વડોદરા : શહેરના અલકાપુરી રોડ પર ગટરમાં પેદા થયેલા ગેસના કારણે આગ ભભુકી ઉઠી હતી. અચાનક રોડ વચ્ચે આગની જ્વાળાઓ ઉઠવા લાગતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું. આસપાસના વિસ્તારોમાં અફડાતફડી મચી ગઇ હતી. પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જો કે ફાયરે પહોંચડાની સાથે જ પાણીને મારો ચલાવતા આગ પર કાબુ મેલવી લેવાયો હતો. ગટરના ગેસના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગને કાબુમાં લેવા માટે ફાયરે તત્કાલ કાર્યવાહી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની સૌથી મોટી ભરતી પરીક્ષામાં કૌભાંડ જ બહાર નહી આવે કારણ કે યુવરાજસિંહની જ અટકાયત


આગ ગેસના કારણે લાગી હોવાથી આસપાસમાં ફેલાયેલા ગેસ પર પણ આગ લાગવા લાગી હતી. જોત જોતામાં જ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરવા લાગી હતી. જો કે જે પ્રકારે ગેસ ફેલાયો હતો તેના કારણે આગ બુઝાવવા માટે આવેલી ફાયરની ગાડી જ આગની ઝપટે ચડી ગઇ હતી. જેથી ફાયરે પહેલા પોતાના બંબાની આગ બુઝાવી હતી. ત્યાર બાદ આસપાસની આગ પણ બુજાવી હતી. જો કે આગની સાથે ધડાકાઓ પણ થઇ રહ્યા હતા. જેના કારણે વાતાવરણમાં ભારે અરાજકતા વ્યાપી હતી. 


આખે આખુ ડુપ્લિકેટ પોલીસ ભરતી બોર્ડ ચાલતું હતું, ગાંધીનગર પોલીસની જાગૃતતાથી ઝડપાયું કૌભાંડ


અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં આવું વારંવાર થતું રહે છે. અગાઉ પોલીસ કમિશ્નરના બંગ્લાની સામે જ આગ લાગવાની ઘટના બની હતી. અચાનક ગટરના ઢાકણા ઉછળવા લાગ્યા હતા અને વિસ્ફોટો થવા લાગતા થોડા સમય માટે પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું. જો કે બાદમાં ગટરમાં પેદા થયેલા ગેસના કારણે ધડાકા થયા હોવાનું સામે આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube