સુરત : જાન્યુઆરી મહિનામાં પીએમ મોદીએ બે વાર ગુજરાતનો પ્રવાસ કર્યો. બંને પ્રવાસોમાં તેમણે દક્ષિણ ગુજરાતમાં કરોડોના કામોનું લોકાર્પણ કર્યું. ગઈકાલે તેમણે સુરત અને દાંડીની વિઝીટમાં પણ કરોડોનાં વિકાસ કાર્યોનું શિલાન્યાસ તથા લોકાર્પણ કર્યુ. તથા ચારેય કાર્યક્રમોમાં ચારવાર સંબોધન કર્યુ. પણ સવાલ એ છે કે મોદી વારંવાર સુરત કેમ આવે છે. મોદીનું સુરત આવવા પાછળનું પ્રયોજન શું છે. શું પીએમ મોદીની સુરત મુલાકાતો તેમના મિશન દક્ષિણ ગુજરાતનો જ એક ભાગ છે. કરીએ કારણો પર એક નજર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરેન્દ્ર મોદીની ગણતરી રાજનીતિક એક્સપર્ટ તરીકે પણ થાય છે. તેમના દરેક પ્રયાસનો એક ઉદ્દેશ્ય જરૂર હોય છે. લોકસભા ચૂંટણી નજીક આવતા જ ફરી મોદી પોતાના અસલી સ્વરૂપમાં દેખાવા લાગ્યા છે. તેઓ રાજનીતિની શતરંજની એક પછી એક ચાલ ચાલવા લાગ્યા છે. વારંવાર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતની મુલાકાત કરવા પાછળનો તેમનો હેતુ છે. પંદર દિવસ પહેલા જ તેમણે સુરતમાં આવીને K-9 વજ્ર ટેંક દેશને અર્પણ કરી અને હવે સુરતમાં વિકાસનાં અનેક કાર્યોનું લોકાર્પણ કર્યુ.


હવે સવાલ એ છે કે પીએમ મોદી વારંવાર સુરત કેમ આવે છે. તો જાણી લો કે, દક્ષિણ ગુજરાતમાં લોકસભાની ત્રણ બેઠક છે. એક સુરત, બીજી વલસાડ અને ત્રીજી નવસારી. આમ તો આ ત્રણેય સીટ પર 2014માં ભાજપની જીત થઈ હતી. પણ આ વખતે સ્થિતિ થોડી અલગ છે અને કદાચ એટલે જ આ ત્રણ પર ભગવો ફરકાવવા માટે મોદી વારંવાર સુરત આવે છે.


દક્ષિણ ગુજરાતમાં ભાજપનાં પ્રદર્શનની અસર નજીકના મહારાષ્ટ્રમાં પણ પડતી હોય છે. મોદીનો ઉદ્દેશ્ય સુરત થકી માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, મહારાષ્ટ્ર બોર્ડર સાથે જોડાયેલી બેઠકો પર પણ પ્રભાવ પાડવાની છે. પણ સવાલ એ છે કે મોદીનો આ દાવ સફળ થાય છે કે નહિ.