બનાસકાંઠાની `વાવ` જીતવા ભાજપે શું બનાવી મજબૂત રણનીતિ? વટનો સવાલ બની આ પેટાચૂંટણી!
બનાસકાંઠા જિલ્લામાં આવેલી વાવ બેઠક...OBC ઠાકોર સમાજના દબદબાવાળી આ બેઠક છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસના કદાવર અને ફાયરબ્રાન્ડ મહિલા નેતા ગેનીબહેન ઠાકોર આ બેઠકથી બે વખત ચૂંટાઈને ગાંધીનગર પહોંચ્યા.
Gujarat Election 2024: બનાસકાંઠાના વાવમાં પેટા ચૂંટણીની જાહેરાત સાથે જ દરેક રાજકીય પાર્ટીએ પોત પોતાની જીતના દાવા શરૂ કરી દીધા છે. તો ટિકિટ માટે લોબિંવ પણ શરૂ થઈ ગયું છે...રાજકીય પાર્ટીઓ રણનીતિ બનાવવા લાગી છે. ત્યાં ભાજપે ચૂંટણી જીતવા માટે ખાસ રણનીતિ બનાવી છે. ત્યારે જુઓ વાવની પેટા ચૂંટણી પર અમારો આ ખાસ અહેવાલ.
- વાવમાં કોનો રહેશે વટ?
- શું ભાજપની ખાસ રણનીતિ?
- વાવના લોકો કરશે પરિવર્તન?
- વાવ વાસીઓ કરશે પુનઃવર્તન?
- ગેનીબહેનનો વારસો કોને મળશે?
2024માં લોકસભા ચૂંટણીમાં વાવ બેઠક જે લોકસભામાં આવે છે તે બનાસકાંઠામાં કોંગ્રેસની જીતથી ભાજપમાં હતાશા વ્યાપી ગઈ હતી. વાવથી જ ધારાસભ્ય રહેલા ગેનીબહેનની લોકસભામાં જીત થઈ...હવે તેમની જ બેઠક પર પેટા ચૂંટણી આવી છે તો ભાજપ અને કોંગ્રેસ માટે આ બેઠક ખરાખરીની બની છે. ભાજપ વાવ જીતીને બદલો લેવા માગે છે. તો કોંગ્રેસ પોતાનો દબદબો જાળવી રાખવા માટે કમર કસી રહી છે. 2022માં ઐતિહાસિક 156 બેઠક જીતનારુ ભાજપ વાવ જીતવા તનતોડ મહેનત કરી રહ્યું છે. અને આ માટે ભાજપે પ્રભારીની પણ નિમણૂક કરી દીધી છે. પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણને વાવના પ્રભારી બનાવાયા છે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલી વાવ બેઠક...OBC ઠાકોર સમાજના દબદબાવાળી આ બેઠક છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસના કદાવર અને ફાયરબ્રાન્ડ મહિલા નેતા ગેનીબહેન ઠાકોર આ બેઠકથી બે વખત ચૂંટાઈને ગાંધીનગર પહોંચ્યા. પરંતુ 2024ની લોકસભામાં ગેનીબહેન બનાસકાંઠાથી સાંસદ બનતા હવે તેમની પરંપરાગત વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે. જેની તારીખોની જાહેરાત ચૂંટણી કમિશને કરી.
- વાવમાં 13 નવેમ્બરે મતદાન, 23એ પરિણામ
- ચૂંટણી જાહેર, શરૂ થયા ભાજપ-કોંગ્રેસના દાવા
- ભાજપ અને કોંગ્રેસને જીતનો છે વિશ્વાસ
- વાવમાંથી કોંગ્રેસ કોને આપશે ટિકિટ?
- વાવમાં ભાજપ કોને ઉતારશે મેદાનમાં?
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સાથે દેશના વિવિધ રાજ્યોની પેટા ચૂંટણી યોજાવાની છે. વાવની પેટા ચૂંટણીમાં 18 ઓક્ટોબરે ઉમેદવારી કરી શકાશે, ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર, ઉમેદવારી ફોર્મની ચકાસણી 28 ઓક્ટોબરે, ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર, મતદાન 13 નવેમ્બરે અને પરિણામ 23 નવેમ્બરે આવશે.
વાવની પેટા ચૂંટણી
- 18 ઓક્ટોબરે ઉમેદવારી કરી શકાશે
- 25 ઓક્ટોબર, ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ
- 28 ઓક્ટોબર, ઉમેદવારી ફોર્મની ચકાસણી
- 30 ઓક્ટોબર, ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ
- 13 નવેમ્બર, મતદાન યોજાશે
- 23 નવેમ્બર, પરિણામ જાહેર થશે
તો ચૂંટણીની તારીખો જાહેર થતાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પોત પોતાની પાર્ટીના જીતના દાવા કરી રહ્યા છે. ઠાકોર અને ચૌધરી સમાજના પ્રભુત્વવાળી આ બેઠકનો રાજકીય ઈતિહાસ પણ તમે જાણી લો....વાવ વિધાનસભામાં વાવ, ભાભર અને સુઈગામ મળી ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે. 1985થી અસ્તિત્વમાં આવેલી આ બેઠક કઈ પાર્ટીના કયા ઉમેદવાર વિજેતા બન્યા તેની વાત કરીએ તો...1985માં કોંગ્રેસના પરબત પટેલ, 1990માં જનતા દળના માવજી પટેલ, 1998માં કોંગ્રેસના હેમાજી ઠાકોર, 2007માં ભાજપના પરબત પટેલ, 2012માં ભાજપના શંકર ચૌધરી, 2017માં કોંગ્રેસના ગેનીબહેન ઠાકોર અને 2022માં ફરી કોંગ્રેસના ગેનીબહેન ઠાકોર વિજેતા બન્યા હતા. ઠાકોર સમાજ પર કોંગ્રેસની પકડ મજબૂત હોવાને કારણે કોંગ્રેસ છેલ્લી બે ટર્મમાં વિજેતા થયું છે. જો કે લોકસભા અને વિધાનસભઆમાં પરિણામ એકબીજાથી વિપરીત હોય છે.
વાવમાં ક્યારે કોણ વિજેતા થયું?
- 1985માં કોંગ્રેસના પરબત પટેલ
- 1990માં જનતા દળના માવજી પટેલ
- 1998માં કોંગ્રેસના હેમાજી ઠાકોર
- 2007માં ભાજપના પરબત પટેલ
- 2012માં ભાજપના શંકર ચૌધરી
- 2017માં કોંગ્રેસના ગેનીબહેન ઠાકોર
- 2022માં કોંગ્રેસના ગેનીબહેન ઠાકોર
તો ટિકિટ મેળવવા માટે લોકલ નેતાઓએ લોબિંગ પણ શરૂ કરી દીધું છે. કોંગ્રેસ અને ભાજપમાંથી અનેક દાવેદારો છે. તેની વાત કરીએ તો કોંગ્રેસમાંથી ત્રણ નામ હાલ સૌથી વધુ ચર્ચામાં છે. જેમાં 2022માં થરાદથી શંકર ચૌધરી સામે હારેલા ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશી રબારી અને કે.પી.ગઢવીનું નામ ચર્ચા છે. તો ભાજપમાંથી પણ ત્રણ નામ ચર્ચામાં છે. જેમાં 2022માં વાવથી જ હારેલા સ્વરૂપજી ઠાકોર, ગજેન્દ્રસિંહ રાણા અને મુકેશ ઠાકોરનું નામ ચર્ચા છે.
કોંગ્રેસમાંથી વાવમાં કોણ દાવેદાર?
- ગુલાબસિંહ રાજપૂત
- ઠાકરશી રબારી
- કે.પી.ગઢવી
ભાજપમાંથી વાવમાં કોણ દાવેદાર?
- સ્વરૂપજી ઠાકોર
- ગજેન્દ્રસિંહ રાણા
- મુકેશ ઠાકોર
બન્ને પાર્ટી કોને ટિકિટ આપશે તે કહેવું હાલ વહેલું ગણાશે. ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસનો ગઢ કહેવાતા વાવમાં આ વખતે પ્રજા પરિવર્તન કરે છે કે પછી પુનઃરાવર્તન થાય છે તે જોવું રહ્યું?....