તેજસ મોદી/સુરત : થોડા સમય પહેલા સુરતમાં કિડની કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડના મુખ્ય આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભારતની અલગ અલગ પ્રખ્યાત હોસ્પીટલોના નામની ફેક વેબસાઇટ બનાવડાવી કિડની વેચાણ કરવાથી ચાર કરોડ રૂપીયા મળશે તેવી જાહેરાતો આપવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં જાહેરાત વાઈરલ કરી આર.બી.આઇ.ના નામના ફેક ઇ-મેઇલ આઇડીથી ભારતના તથા અન્ય દેશોના લોકોને અલગ અલગ ચાર્જ જણાવી રૂપીયા પડાવવામાં આવતાં હતાં. આ અંગે એક યુવકે પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. જેમાં સમગ્ર મામલો સામે આવ્યાં બાદ સાઇબર ક્રાઇમ પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો. જેની વધુ તપાસ હાથ ધરીને મુખ્ય નાઇજીરીયન આરોપીને હરીયાણા ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવકને HOT યુવતીએ કહ્યું આવો રિક્ષામાં બેસો સાથે રોમેન્ટીક સફરનો આનંદ ઉઠાવીશું અને...


સુરત શહેર પોલીસના સાઈબર સેલના અધિકારીના જણાવ્યા અનુસાર આ સમગ્ર મામલાની હકિકત એવી છે કે સુરતના નાનપુરાના યુવકે રૂપિયા 4 કરોડમાં કિડની વેચવામાં 14.78 લાખ ગુમાવવાની ઘટના પ્રકાશમાં આવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી ઠગબાજોએ બેંગ્લોરની મનીપાલ હોસ્પિટલના ડોક્ટર હોવાની વાતો કરી યુવકને વિશ્વાસમાં લઇને અલગ અલગ ખર્ચ પેટે ટુકડે ટુકડો લાખો રૂપિયા પડાવી લીધા હતા. ભોગ બનાર યુવકની આર્થિક તંગીને કારણે માનસિક તણાવમાં આવી ગયો હતો. 


પૈસાની લેતીદેતીમાં ઉમરેઠમાં મિત્રોએ જ એકત્ર થઇને પોતાના જ મિત્રનું કાસળ કાઢી નાખ્યું


કીડની વેચવાની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી જેનો ઠગબજોએ લાભ લઇ યુવકનો સંપર્ક કરી તેની પર્સનલ માહિતી મેળવીને રૂપિયા પડાવી લીધા હતા. યુવકે પોલીસ કમિશ્નરને આ અંગે રજૂઆત કરતાં સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. આ ગુનો ગંભીર હોવાને કારણે પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરના આદેશ થી ખાસ ટિમ બનાવી આરોપીને શોધી કાઢવા પ્રયાસો કરવામાં આવ્યા હતાં. જેમાં ગત તા.૦૩/૦૯/૨૦૨૦ થી તા.૨૧/૧૦/૨૦૨૦ દરમ્યાન ઓનલાઇન ફેક વેબસાઇટ બનાવી તેમાં કીડની વેચાણ કરવાથી ચાર કરોડ રૂપીયા મળશે તેવી લોભામણી લલચામણી ઓફરો મુકી તેમાં મોબાઇલ નં.૯૦૯૦૫૪૬૬૦૯ ના વોટ્સએપ ઉપર સંપર્ક કરવા જણાવાયું હતું. 


VALSAD ના ઉમરગામમાં આભ ફાટ્યું, 12 કલાકમાં 12 ઇંચ વરસાદ, કલેક્ટર સહિતનો સ્ટાફ દોડતો થયો


જેથી તે મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરતા ફોન પર હાજર વ્યક્તિએ પોતાની ઓળખાણ ડો.શીલ્પા કુમાર, મનીપાલ હોસ્પીટલ, બેંગ્લોર તરીકેની આપી હતી, સાથે જ ruchirsonkar@rbi-icb.org.in નામનું આર.બી.આઇ.નું ફેક ઇ-મેઇલ આઇડી પણ બનાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. રૂચીર સોનકર, રીઝનલ મેનેજર, રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા નાઓના નામનો ખોટો ઉપયોગ કરી ખોટો દસ્તાવેજ બનાવ્યું હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું. સાઈબર ક્રાઇમની ટીમે તે દિશામાં તપાસ કરી ટોટી ડાગો ગ્રેજીયોર અગેસ્ટીન ( Toty Dago Gregoire Augustin) ની કર્ણાટકના બેંગ્લોરથી ઝડપી પાડ્યો હતો. ટોટી મૂળ પશ્ચિમ આફ્રિકાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે ટોટીએ પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદીને કીડની વેચવાથી ચાર કરોડ રૂપીયા મળશે તેવી લોભામણી લલચામણી વાતો કરી કીડની આપ્યા પહેલા બે કરોડ રૂપીયા બેંક એકાઉન્ટમાં આવશે તેવુ પણ જણાવ્યું હતું. 


જન્માષ્ટમીની રજાઓમાં ગુજરાતના ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર, લાખો લોકોએ લીધી મુલાકાત


જોકે તેના પહેલા ટોટીએ વોટ્સએપ કોલ તથા ઇ-મેઇલ દ્વારા અલગ અલગ ચાર્જ ભરવાનું જણાવી ફરીયાદી પાસેથી રૂ.૧૪,૭૮,૪૦૦/- અલગ અલગ બેંક એકાઉન્ટોમાં જમા કરાવ્યા હતાં. જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા પાર્ટ A ગુ.ર.નં. . ૧૧૨૧૦૦૬૨૨૧૦૦૨૬ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૧૨૦(બી) તથા આઇ.ટી.એક્ટ કલમ- ૬૬(સી), ૬૬(ડી) મુજબના ગુન્હામાં તેની ધરપકડ કરવામાં આવી  હતી. જેની પૂછપરછમાં આ સમગ્ર ઘટનાને અંજામ આપનાર અન્ય એક આરોપી ગ્રેગરીની હરિયાણા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube