ગાંધીનગર : ગુજરાતની બાગડોર ફરી એકવાર પાટીદાર નેતાને સોંપવામાં આવી છે. લાંબા સમયથી ભાજપની મત્તબેંક ગણાતો પાટીદાર સમાજ ફરી એકવાર ભાજપના પક્ષે આવી જાય તેવી શક્યતા છે. તેવામાં લાંબા સમયથી પાટીદાર સમાજના અને ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ દ્વારા ભૂપેન્દ્ર પટેલની નિમણુંક બાદ શું પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે તે પણ ખુબ જ રોચક છે. કારણ કે પાટીદાર સમાજમાં પણ કડવા અને લેઉવા તેવા બે ફાંટા છે. તેવામાં કડવા પાટીદાર સી.એમ બનતા બંન્ને સમાજના અગ્રણીઓએ શું પ્રતિક્રિયા આપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 17 કેસ, 14 રિકવર થયા, એક પણ મોત નહી


ભુપેન્દ્ર પટેલની વરણી થતા જ ઉંઝાઉમિયા માતા સંસ્થાન દ્વારા નવા મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ મણીભાઇ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, કડવા પાટીદાર સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી બન્યો તે ખુબ જ આનંદની વાત છે. ભુપેન્દ્ર પટેલ ઉંઝા ઉમિયા માતા સંસ્થાન સાથે પણ વર્ષોથી જોડાયેલા છે. મુખ્યમંત્રી બન્યા તેનો આનંદ હોય તે સ્વાભાવિક છે. જો કે તેઓ તમામ સમાજને સાથે રાખીને ચાલે તેવી શુભકામના છે. ભુપેન્દ્રપટેલ ઉમિયા માતા સંસ્થાનમાં મોટા દાતા પણ છે. 


MAHESANA માં નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મહેસાણાનું પાણી પીધું છે એમ કોઇ હલાવી ન શકે


ભૂપેન્દ્ર પટેલની નવા મુખ્યમંત્રી તરીકે નિમણુંક થતાની સાથે જ ખોડલધામ ટ્રસ્ટના રમેશ ટીલાવાળાનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે ગુજરાતના નવા મુખ્યમંત્રીને શુભકામનાઓ પાઠવી હતી. પાટીદાર સમાજની માંગ સંતોષવામાં આવી હતી. નરેશ પટેલ હાલ અંગત કામથી બહાર ગયેલા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્રને ઘણુ આપ્યું છે. જો કે ભુપેન્દ્ર પટેલ પણ સમાજને લઇને આગળ વધે તમામ સમાજને લઇને આગલ વધે તેવી શુભકામનાઓ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube