મિની લોકડાઉનમાં 29 શહેરોમાં શુ ચાલુ રહેશે અને શુ બંધ તેની આ રહી આખી વિગત
આજથી ગુજરાતના 29 શહેરોમાં દિવસે પણ કરફ્યૂ જેવી સ્થિતિ છે. કોરોનાને પગલે કથળતી સ્થિતિને જોતા ગુજરાત સરકાર દ્વારા આકરા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે આજથી 8 દિવસ સુધી લાગુ કરાયા છે. આ અંતર્ગત ગુજરાતના 29 શહેરોમાં જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાયની તમામ બાબતો બંધ રહેશે. જોકે, આજે સવારથી જ અનેક શહેરોમાં વેપારીઓ અસમંજસમાં જોવા મળ્યા હતા. શું ખુલ્લુ રાખવું અને શુ નહિ તેની પ્રોપર ગાઈડલાઈન ન હોવાથી તેઓ અસમંજસમા હતા કે શુ ખુલ્લુ રાખવુ અને શુ નહિ, ત્યારે આજે તે માહિતી જાણી લો.