Gujarat Exit Poll 2024: રાજકોટ બેઠક પર રૂપાલાનું શું થશે? EXIT POLLમાં સૌથી મોટો ઘટસ્ફોટ
Gujarat Exit Poll Result 2024: EXIT POLL પ્રમાણે પરશોત્તમ રૂપાલા ચૂંટણી નહીં હારે. જી હા...લોકસભાની ચૂંટણી ટાણે રાજકોટ લોકસભાની સીટ પર ક્ષત્રિયોનો પ્રચંડ વિરોધ જોવા મળ્યો હતો. પરંતુ તેમ છતાં EXIT POLLના આંકડા પ્રમાણે રાજકોટમાં પ્રચંડ વિરોધ હોવા છતાં રૂપાલા વટથી ચૂંટણી જીતશે.
Gujarat Lok Sabha Exit Poll Result: આજે છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે હવે EXIT POLLના આંકડા સામે આવી રહ્યા છે. ZEE 24 કલાક પર જુઓ દેશમાં કોની બની રહી છે સરકાર. 4 જૂને પરિણામ જાહેર થાય એ પહેલાં ZEE 24 કલાક સટીક EXIT POLL દેખાડી રહ્યું છે.ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે?
EXIT POLL પ્રમાણે પરશોત્તમ રૂપાલા ચૂંટણી નહીં હારે. જી હા...લોકસભાની ચૂંટણી ટાણે રાજકોટ લોકસભાની સીટ પર ક્ષત્રિયોનો પ્રચંડ વિરોધ જોવા મળ્યો હતો. પરંતુ તેમ છતાં EXIT POLLના આંકડા પ્રમાણે રાજકોટમાં પ્રચંડ વિરોધ હોવા છતાં રૂપાલા વટથી ચૂંટણી જીતશે. EXIT POLL પ્રમાણે રૂપાલાને 5 લાખની લીડ નહીં મળેહા એ વાત ચોક્કસ છે કે ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા માટે 5 લાખની લીડમાં અવરોધરૂપ બની છે.
EXIT POLLના આંકડા દર્શાવી રહ્યા છે કે રૂપાલાને અંદાજે 2 લાખ આસપાસ લીડ મળશે. EXIT POLL પ્રમાણે રાજકોટ મક્કમ રૂપાલા સાથે અડીખમ છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આખી ચૂંટણી રૂપાલાના વિરોધમાં લડાઈ હતી. રૂપાલાના પ્રચંડ વિરોધ હોવા છતાં પરેશ ધાનાણી ચૂંટણી હારશે. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી નહીં જીતે. EXIT POLL પ્રમાણે 2024નો જંગ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી હારી જશે. EXIT POLL પ્રમાણે રાજકોટમાં રૂપાલા ચૂંટણી જીતશે.
મહત્વનું છે કે EXIT POLL પ્રમાણે ક્ષત્રિય આંદોલનની આંશિક અસર થઈ છે. ક્ષત્રિય આંદોલનના કારણે મહિલાઓના મત ભાજપને ઓછા મળશે. નારાજ મહિલાઓના લીધે 5 લાખની લીડનો ટાર્ગેટ મુશ્કેલ દેખાઈ રહ્યો છે.