• આંગણવાડીના બાળકોને યુનિફોર્મ આપવાના કૌભાંડ અંગે ઉઠેલા સવાલ પર રાજ્યના મહિલા અને બાળ વિકાસે આપ્યો જવાબ


હિતલ પારેખ/ગાંધીનગર :એક કાર્યક્રમ દરમિયાન મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યુ કે, ગુજરાતમાં ખૂબ ઝડપથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે. સતત ઘટાડો થતો રહેશે તો રાજ્ય સરકાર યોગ્ય સમયે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવાનો પણ નિર્ણય કરશે અને આંગણવાડીઓ પણ શરૂ કરવાનો નિર્ણય કરશે. આપણા રાજ્યમાં અન્ય રાજ્ય કરતા ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની વિચારણા કરી શકે છે અને તેના જ ભાગરૂપે આંગણવાડીના બાળકોને ડ્રેસ આપવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાનને એકાંતમાં રાખવા પાછળ છે એક રસપ્રદ કહાની 


આંગણવાડીના બાળકોને ડ્રેસ આપવામાં કોઈ કૌભાંડ નથી થયું 
આંગણવાડીના બાળકોને ડ્રેસ આપવાના મુદ્દા રાજ્યના મહિલા અને બાળ વિકાસ તેમજ વન મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી દ્વારા ગઇકાલે ૩૦૦૦ જેટલી આંગણવાડીમાં ૧૪ લાખ કરતાં બાળકોને બે જોડી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. આંગણવાડીઓ બંધ હોવા છતાં શા માટે ડ્રેસ વિતરણ કરવામાં આવ્યું તે અંગે 36 કરોડના કૌભાંડની વાત પણ કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાને કારણે શૈક્ષણિક કાર્ય બંધ હોવા છતાં પણ આંગણવાડીના વર્કર બહેનોની કામગીરી ચાલુ છે. આંગણવાડીમાં ન આવતા હોય પણ બાળકોને ઘરે જઈને ભોજન પહોંચાડવામાં આવે છે. આંગણવાડીના બાળકોને ઘરે જઈને પણ નાનું મોટું શિક્ષણ કાર્ય થાય એ માટે deuce દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. એ પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કે કૌભાંડ થયું નથી. વિજયભાઈ રૂપાણી પારદર્શક વહીવટ કરે છે. આ તમામ પ્રક્રિયા કોરોના પહેલાં કરવામાં આવી હતી. 2018-19 ની ગ્રાન્ટ ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બધી જ પ્રક્રિયા પારદર્શક વહીવટથી કરવામાં આવી છે. સચિવ કક્ષાની કમિટિઓ દ્વારા સૌથી નીચા ટેન્ડર હતા, તેમને કામગીરી સોંપવામાં આવી હતી.