જૂનાગઢઃ વર્દીનો ખોંફ બનાવી અપરાધીઓ નહીં પરંતું સામાન્ય માણસો પર દાદાગીરી કરનાર પોલીસકર્મીની દાદાગીરીનો ભોગ બન્યો છે એક ટોલકર્મી..પહેલા તો તેને બરાબરનો માર મારવામાં આવ્યો અને તેનો અપરાધ માત્ર એટલો હતો કે તેણે ટોલનાકા પર એક પોલીસકર્મી પાસે ટોલ માંગ્યો હતો. ટોલ માંગતા પીઆઈએ પહેલા તો આઈકાર્ડ બતાવ્યું અને પછી ટોલકર્મીને ઢોરમાર માર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોલનાકા પર બબાલની ઘટના અવારનવાર સામે આવતી રહે છે..અને આ વખતે આ ઘટના સામે આવી છે સોમનાથ નજીક આવેલા ગોદાઈ ટોલનાકા પર. જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક આવેલા ટોલનાકા પર ગીર સોમનાથના પી.આઈ આર.એ. ભોજાણીએ બબાલ કર્યાની ઘટના સામે આવી છે, જેમાં ગાદોઈ ટોલનાકાના પર ટોલકર્મી દ્વારા ટોલ માંગતા પહેલા તો પીઆઈએ તેનું આઇ કાર્ડ બતાવ્યું હતું.જો કે ત્યાર બાદ ટોલ વસૂલતા કર્મચારી સાથે બોલાચાલી થતાં પીઆઇએ ટોલબૂથમાં ઘૂસી ટોલ ટેક્સના કર્મચારી સાથે બબાલ કરી તેઅને ત્યારબાદ આ ટોલકર્મીને મારવામાં આવ્યો ઢોર માર....હાલમાં પી.આઈ આર એ ભોજાણી સહિત તેમના 20થી વધુ મળતિયાઓ પર હત્યાની કોશિશ, લૂંટ, રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો- ગુજરાતમાં મેઘમહેર, આજે 206 તાલુકાઓમાં પડ્યો વરસાદ, કેશોદ અને ખંભાળિયામાં આઠ-આઠ ઈંચ


જોકે બબાલ કર્યા બાદ પણ આ પીઆઈ મહાશયનું મન ના ભરાયું. પોલીસવાળા હતા એટલે હાથમાં એટલી હદે ખંજવાળ આવી રહી હતી કે એમને સામે વાળાને માર માર્યા વગર તો ચેન ના પડત..એટલે જ આ બનાવ બાદ પીઆઈ આર. એ.ભોજાણી અને ત્રણ ફોર વ્હીલમાં આવેલા 20થી વધુ અજાણ્યા શખ્શોએ ટોલનાકા સંચાલક અને કર્મચારી પર જીવલેણ હુમલો કરી દીધો અને આટલું ઓછું હોય તેમ મોબાઈલની લૂંટ પણ ચલાવી. ત્યારે ગંભીર રીતે ઘવાયેલ ટોલનાકાના બંને માણસોને સારવાર માટે જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બંને ઈજાગ્રસ્તોના હાથ પગમાં ફ્રેક્ચરને ગંભીર ઇજાઓ થયાનું જણાવ્યું હતું. જેને લઇ વંથલી પોલીસે પીઆઈ આર. એ. ભોજાણી સહિત 20થી વધુ અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાની કોશિશ, લૂંટ, રાયોટિંગ સહિતનો ગુનો નોંધ્યો છે. હાલ જૂનાગઢ પોલીસે પીઆઈ આર.એ ભોજાણી સહિત તેના 20થી વધુ મળતિયાઓને પકડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.


ઘટના બાબતે ટોલનાકાના સંચાલક સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે, હું ગાદોઈ ટોલનાકામાં સંચાલક તરીકે ફરજ બજાવી રહ્યો છું. અમારા ટોલનાકા પર બ્લેક કલરની સ્કોર્પિયો ગાડી આવી અને અમને કાર્ડ બતાવ્યું હતું. કાર્ડ બતાવવા બાબતે ટીસી જોડે થોડી રકઝક થઈ હતી. ત્યારબાદ પીઆઈ ભોજાણી સાહેબે અંદરથી પિસ્તોલ બતાવી બૂથમાંથી બહાર કાઢી અને ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટોળું ભેગું થઈ જતાં ત્યાં થોડી રકઝક થઈ. જે બાદ અમે આ મામલે વંથલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા. ત્યાં રાણા સાહેબે ટોલબૂથના સીસીટીવી ફૂટેજ ચેક કરવા ટોલનાકા પર બોલાવ્યા હતા. જેથી હું અને મારો સાથી કર્મચારી ટોલનાકા આવવા માટે નીકળ્યા હતા. જોકે રસ્તામાં અમને ત્રણ-ચાર ગાડીએ રોકી લીધા. જ્યાં ત્રણ-ચાર વ્યક્તિઓ પિસ્તોલ લઈને નીકળ્યાં અને અન્ય લોકો લોખંડનાં હથિયારો લઈ અમારા પર હુમલો કર્યો.