Bullet Train Update: દેશની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડવાની છે. ઘણા સમયથી તેની કામગીરી ચાલી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજ્યોના કોન્ટ્રાક્ટરો હાલ કામગીરી કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી કામ સંપૂર્ણ પૂર્ણ થયું નથી. ત્યારે ક્યારે દોડશે દેશની સૌથી ફાસ્ટ ટ્રેન? ક્યાં પહોંચ્યું બુલેટ ટ્રેનનું કામ?


  • ક્યારે દોડશે દેશની સૌથી ઝડપી ટ્રેન?

  • ક્યારે બુલેટ ગતિની બુલેટ ટ્રેનમાં મળશે બેસવા?

  • ક્યાં પહોંચી બુલેટ ટ્રેનની કામગીરી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની સૌથી પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડવાની છે. કામ પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી તે પૂર્ણ થયું નથી. ત્યારે અનેક લોકોના મનમાં સવાલ થઈ રહ્યા છે કે ક્યારે આ ટ્રેન દોડશે?..તો તમારા આ સવાલનો અમે જવાબ આપી દઈએ. સૌથી પહેલા તો બુલેટ ટ્રેનની જે કામગીરી ચાલી રહી છે તેને જાણી લો...ગુજરાત, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ માટે 100 ટકા જમીન સંપાદન થઈ ગયું છે. મુંબઈ HSR સ્ટેશન અને ભૂગર્ભ ટનલ માટેનું કામ પહેલાથી જ ચાલી રહ્યું છે. ગુજરાતમાં 136 કિલોમીટર વાયાડક્ટ અને 282 કિલોમીટર પિયરનું કામ પૂર્ણ થયું છે. ગુજરાતના વલસાડમાં પ્રથમ પર્વતીય ટનલનું બ્રેકથ્રુ પૂર્ણ થયું હતું. સુરત અને આણંદમાં જાપાનીઝ શિંકનસેનમાં ઉપયોગમાં લેવાતા પ્રથમ રિઇનફોર્સ્ડ કોંક્રીટ ટ્રેક બેડ નાંખવાની શરૂઆત થઈ છે.


ક્યાં પહોંચી કામગીરી? 


  • ગુજરાત, દાદરાનગર હવેલી, મહારાષ્ટ્રમાં 100 ટકા જમીન સંપાદન થયું

  • મુંબઈ HSR સ્ટેશન અને ભૂગર્ભ ટનલ માટેનું કામ પહેલાથી જ ચાલું

  • ગુજરાતમાં 136 KM વાયાડક્ટ, 282 KM પિયરનું કામ પૂર્ણ 

  • વલસાડમાં પ્રથમ પર્વતીય ટનલનું બ્રેકથ્રુ પૂર્ણ થયું હતું

  • સુરત અને આણંદમાં રિઇનફોર્સ્ડ કોંક્રીટ ટ્રેક બેડ નાંખવાની શરૂઆત થઈ 


વલસાડમાં પ્રતમ પર્વતીય ટનલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. સુરત, આણંદ, જાપાનીઝ ટેકનોલોજીનો આરસીસી ટ્રેક બેડ તૈયાર કરાયો છે. ભારતમાં પહેલીવાર જે-સ્બેલ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંરેખણ ગામે છ નદીના પુલનું બાંધકામ પણ પુરૂ કરવામાં આવ્યું છે. સાબરમતી ખાતે હાઈ સ્પીડ રેલ મલ્ટીમોડલ હબ બનાવાયું છે.


ક્યારે દોડશે દેશની પહેલી બુલેટ ટ્રેન?


  • દેશનું બુલેટ ટ્રેનનું સપનું ક્યારે થશે સાકાર?

  • ક્યારે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બુલેટ ટ્રેન?

  • ક્યાં પહોંચી બુલેટ ટ્રેનની કામગીરી?

  • હવે કેટલી બાકી છે બુલેટ ટ્રેનની કામગીરી?

  • ક્યાં સુધી કામ થઈ જશે સંપૂર્ણ પૂર્ણ?


બુલેટ ટ્રેનનું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. ખુબ જ ટૂંકા સમયમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી આ ટ્રેનનું ઉદ્ધાટન થઈ જશે. આ એવી ટ્રેન હશે જેને આપણે ક્યારેય જોઈ નથી. રોકેટ ગતિથી પ્રવાસીઓ અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ પહોંચી શકશે. જે મોટું અને મહત્વપૂર્ણ કામ હતું તે પૂર્ણતાને આરે છે. હવે બીજા તબક્કામાં ટ્રેક બિછાવવાની અને અન્ય કામગીરી શરૂ થશે. જે પૂર્ણ થયા બાદ ખુબ જ ઝડપથી તમે બુલેટ ટ્રેનમાં સવારી કરી શકશો.