Exam Pater Leak:  જૂનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થવા મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે. ઉચ્ચ સ્તરીય કમિટીને તપાસના આદેશ આપ્યા છે. પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને એટીએસ તપાસ કરશે. પરીક્ષાની નવી તારીખ બાબતે ટૂંક સમયમાં નિર્ણય કરાશે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર રદ થતાં નવી પરીક્ષાની  તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે સ્પષ્ટતા કરી છે. નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવાની માહિતી આપી છે. પંચાયત સેવા પસંદગી મંડળે નવી પરીક્ષા એક સપ્તાહ કે પંદર દિવસની અંદર જ લેવાની જાહેરાત કરી છે. 



ઉલ્લેખનિય છે કે આજે રાજ્યમાં જુનિયર ક્લર્કની પરીક્ષા યોજવાની હતી, પરંતુ પરીક્ષાના પેપરના કેટલાક ભાગ લીક થઇ જતાં પરીક્ષા આજે રદ કરાઇ છે. ત્યારબાદ ગુજરાત એટીએસે કાર્યવાહી કરતા 15થી વધુ લોકોની અટકાયત કરી છે અને નાયક નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.