Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં હજુ પણ કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે. પરંતુ હવે આ ગરમીમાં ગુજરાતીઓએ વધારે શેકાવું નહીં પડે કારણ કે ગરમીની વિદાય અને ચોમાસાના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટ પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં ક્યારે શરૂ થશે ચોમાસું?, ખેડૂતો માટે કેવો રહેશે વરસાદ?


  • ગુજરાતમાં શરૂ થઈ રહ્યું છે ચોમાસું

  • અન્નદાતા માટે આવી રહ્યો છે વરસાદ 

  • પ્રિ-મોન્સુન એક્ટિવીટી થઈ ગઈ શરૂ 

  • હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

  • ગુજરાતમાં ક્યારે શરૂ થઈ રહ્યું છે ચોમાસું?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કાળઝાળ ગરમીની વિદાય થવા લાગી છે અને ચોમાસાના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસ હળવોથી મધ્યમ વરસાદ ગુજરાતમાં વરસી શકે છે. રાજ્યમાં ગરમીની વિદાય પણ થવા લાગી છે અને પ્રિ-મોન્સુન એક્ટિવીટી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે.


ગુજરાતમાં જ્યાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં મધ્ય ગુજરાતમાં દાહોદ, આણંદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુર મધ્યમ વરસાદ રહી શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને ડાંગમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે.


ક્યાં પડી શકે છે વરસાદ? 


  • દાહોદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર 

  • વલસાડ, નવસારી, ડાંગ


તો સૌરાષ્ટ્રમાં લગભગ તમામ જિલ્લામાં પ્રિ-મોન્સુન વરસાદ વરસી શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને બોટાદમાં વધુ વરસાદ પડી શકે છે...તો ગુજરાતના પાડોશી સંઘપ્રદેશ દીવમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 


ક્યાં પડી શકે છે વરસાદ? 


  • અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ


વરસાદની આ જે આગાહી કરવામાં આવી તે પ્રિમોન્સુન વરસાદની છે, હજુ ચોમાસુ 15 જૂન પછી શરૂ થાય તેવી સંભાવના છે, ગુજરાતમાં વિધિવત ચોમાસું શરૂ થાય તે પહેલા રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. આ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ વખતે ચોમાસુ પણ સારુ રહેવાની શક્યતાઓ છે. જોવાનું રહેશે કે આ વરસાદ ગુજરાતના ખેડૂતો માટે કેટલો લાભદાયી નીવડે છે?


  • ગુજરાતમાં જલદી આવી રહ્યું છે ચોમાસું

  • ગરમીની વિદાય, આવી રહ્યો છે વરસાદ

  • પ્રિ-મોન્સુન એક્ટિવિટી થઈ ગઈ શરૂ

  • 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

  • ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગાહી

  • અન્નદાતા માટે લાભદાયી નિવડશે વરસાદ