ક્યારે શરૂ થશે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ? જાણો અંબાલાલ પટેલની નવી આગાહી
સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી ચોમાસું સારૂ રહ્યું છે. કેટલાક જિલ્લામાં તો અતિભારે વરસાદ પડ્યો હતો. રાજ્યના અનેક ડેમોમાં નવા નીરની આવક થઈ છે. વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધી વરસાદના ત્રણ રાઉન્ડ આવી ચુક્યા છે. હવે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે.
અમદાવાદઃ ગુજરાતમાં અત્યાર સુધી અનેક જિલ્લાઓમાં સારો વરસાદ થયો છે. રાજ્યમાં અત્યાર સુધી 85 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. હવે આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થશે અને 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે તેમજ આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે. 1 ઓગસ્ટથી ડીપ ડીપ્રેશન ઓરિસ્સા કિનારે મજબૂત થશે અને પૂર્વ ભારત વિસ્તારમાં આ સિસ્ટમથી વરસાદની શક્યતા છે. વધુમાં કહ્યું કે, આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે તેમજ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને લઈ આગાહી કરી છે.
આ પણ વાંચોઃ માછીમારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, સર્વેની સમયમર્યાદા 1 મહિનો વધારાઈ
શું છે વરસાદની આગાહી?
રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થશે અને 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ વરસી શકે છે.અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે તેમજ આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે. 1 ઓગસ્ટથી ડીપ ડીપ્રેશન ઓરિસ્સા કિનારે મજબૂત થશે અને પૂર્વ ભારત વિસ્તારમાં આ સિસ્ટમથી વરસાદની શક્યતા છે. વધુમાં કહ્યું કે, આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે તેમજ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને લઈ આગાહી કરી છે.
શું છે હવામાન વિભાગની આગાહી?
રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના હવામાનને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ રહેશે. આગામી ત્રણ-ચાર દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાને લીધે વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે કહ્યું કે, રાજ્યમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધી 85 ટકાથી વધુ વરસાદ થયો છે. તો હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube