મૌલિક ધામેચા, અમદાવાદ: સેલ્ફ ડ્રાઇવ ભાડે કાર આપતી કંપની પાસેથી પોલીસ કર્મચારીએ જ ઠગાઇ આચરી અને એક વેપારીને લક્ઝુરિયસ કાર સસ્તા ભાવે આપવાનું કહી લાખો રૂપિયા પડાવ્યા. જોકે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ કર્મચારી ભાંડો ફૂટ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાવની હકિકતની વાત કરીએ તો અમદાવાદના વાસણામાં રહેતા વેપારી દિનેશ ઠક્કરને લક્ઝુરિયસ ગાડી ખરીદવી ભારે પડી કારણકે એક પોલીસ કર્મચારીએ લાખોની ઠગાઇ આચરી. ધટના એવી છે કે વેપારી દિનેશ ઠક્કર ગાડી લે-વેચનો ધધો કરતા આ દરમિયાન સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આકાશ પટેલે રૂપિયા 37 લાખની લક્ઝુરિયસ કાર રૂપિયા 25 લાખની વેચવાની લાલચ આપી.


વડોદરાની યુવતીના પોતાની જાત સાથે લગ્ન, ક્ષમા બિંદુએ આત્મવિવાહ બાદ કર્યો મોટો ખુલાસો


વેપારીએ લાલચમાં રૂપિયા 12 લાખ રોકડા આપી દીધા પરતું જસ્ટ ડ્રાઇવ કંપનીના સંચાલકો ગાડીના એન્જીન લોક મારી દેતા પોલીસ કર્મચારીની ઠગાઇનો ભાંડો ફૂટ્યો. જે બાદ વેપારીએ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી ફરિયાદ નોંધાવી. પોલીસ કોન્સ્ટેબલ તરીકે આકાશ પટેલ છેલ્લા પાંચ વર્ષથી પોલીસ વિભાગમાં ફરજા બજાવે છે. અગાઉ પાલડી પોલીસ સ્ટેશનમાં આકાશ ફરજ બજાવતો હતો.


પીએમ મોદીના સભા સ્થળ નજીક ગજબનો અકસ્માત, ગાડી સાથે ભટકાઈ રખડતી ગાય


તે દરમિયાન દિનેશ ઠક્કર પરિચયમાં આવ્યો હતો. દૂધના વેપાર બાદ દિનેશ ઠક્કરે ગાડી લે-વેચનો ધધો શરૂ કરતાં જ આકાશ પટેલે ઠગાઈનું ષડયંત્ર રચ્યું અને જસ્ટ ડ્રાઇવ કંપનીમાંથી સેલ્ફ ડ્રાઇવ માટે કાર ભાડે રાખી અને આ કાર દિનેશ ભાઈને વેચાણ કરી. દિનેશ ઠક્કરે 12 લાખ ખર્ચી ગાડી ખરીદી ત્યાર બાદ ગાડીના ડોક્યુમેન્ટ નહિ આપીને આકાશ પટેલ છેલ્લા પાંચ મહિનાથી ફરાર થઈ ગયો.


સરકારે કરી લાલ આંખ, ગેરકાયદેસર યુરિયા ખાતર વેચનારની હવે ખેર નહીં


વેપારી ગાડીની તપાસ કરતા સામે આવ્યું કે ગાડી અન્ય કોઈ વ્યક્તિના નામે હતી. જોકે વેપારી દિનેશ ઠક્કરને પહેલા પોલીસ કર્મી આકાશના પિતાના નામે ગાડી હોવાનું કહીને ઠગાઇ આચરી છે. આનંદ નગર પોલીસે તપાસ કરતા પોલીસ કર્મી આકાશ પટેલ છેલ્લા પાંચ મહિનાથી ફરજા પર હાજર ન થતો હોવાથી સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઈએ ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કર્યો હતો.


જર, જમીન અને જોરું ત્રણેય કજીયાના છોરું: પેટ્રોલપંપ માલિકનું અપહરણ કરી લઇ ગયા ખેતરની ઓરડીમાં અને પછી...


જો કે હવે આકાશ વિરુદ્ધ છેતરપીંડી ફરિયાદ નોંધાતા ઉચ્ચ અધિકારીએ આકાશને સસ્પેન્ડ કરી દીધો છે. ત્યારે પોલીસકર્મી આકાશએ અન્ય કોઈ લોકો સાથે ઠગાઇ કરી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube