જ્યાં તમે સારવાર માટે જઇ રહ્યા છો ત્યાં જ છે સૌથી મોટા બિમારીના ઘર, કોર્પોરેશને અનેક હોસ્પિટલોને નોટિસ ફટકારી
ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે, જેની સાથે મચ્છરજન્ય રોગો પણ વધ્યા છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગો વધતાની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા મચ્છરના બ્રિડિંગ શોધવાની કામગીરી આરંભવામાં આવી છે. જો કે હવે જ્યાં લોકો સારવાર માટે જાય છે ત્યાંથી જ મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા છે. આજે હેલ્થ વિભાગે હોટલ અને હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જો કે મોટી હોટલમાં મચ્છરના બ્રિડિંગ મળી આવતા ચકચાર મચી ગઇ છે.
અમદાવાદ : ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે, જેની સાથે મચ્છરજન્ય રોગો પણ વધ્યા છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગો વધતાની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા મચ્છરના બ્રિડિંગ શોધવાની કામગીરી આરંભવામાં આવી છે. જો કે હવે જ્યાં લોકો સારવાર માટે જાય છે ત્યાંથી જ મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા છે. આજે હેલ્થ વિભાગે હોટલ અને હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જો કે મોટી હોટલમાં મચ્છરના બ્રિડિંગ મળી આવતા ચકચાર મચી ગઇ છે.
એસજી હાઇવે પર શેલબી હોસ્પિટલ, બોપલની ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ, રખિયાલની નારાયણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ચાંદખેડાની SMS હોસ્પિટલ, બાપુનગરની તપન હોસ્પિટલ, શાહીબાગની BAPS, ચાંદખેડા TLGH હોસ્પિટલ માંથી મચ્છરનું બ્રીડિંગ મળી આવ્યું હતું. આ ઉપરાંત એસજી હાઇવે પરની નોવોટેલ હોટલ, હોટલ, રિવર વ્યુ, ચાંદખેડા ખાન્હા રેસ્ટોરન્ટ, સુભાષબ્રિજ, મેટ્રોપોલ હોટલ, ઝંઝર હોટલ, મોમેન્ટો રેસ્ટોરા સહિતને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો છે.
બસપન કા પ્યાર થકી છોકરો તો હીરો બની ગયો, પરંતુ ઓરીજનલ ગાયક ગુજરાતી...
આજે હેલ્થ વિભાગ દ્વારા 569 જેટલી હોટલ અને હોસ્પિટલોમાં ચેકિંગ કરાયું હતું. જેમાં 427 એકમોને નોટિસ ફટકારાઇ હતી અને દંડ વસુલાયો હતો. 4લાખ 51 હજાર જેટલો દંડ આજે કોર્પોરેશન દ્વારા વસુલાયો છે. અલગ અળગ 7 ઝોનમાં આ કાર્યવાહી હાથ ધરાઇ છે. નોટિસ તેમજ દંડની કાર્યવાહી કરાઇ હતી. હેલ્થ વિભાગ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાનું જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube