CORONA ની રસી મળે કે ન મળે GTU દ્વારા શોધી કઢાયો અક્સીર ઉપાય, આ માસ્ક પહેરો કદી કોરોના નહી થાય
કોરોના વાયરસના વધતા સંક્રમણથી બચવા માસ્ક જ એકમાત્ર વિકલ્પ સાબિત થયો છે, ત્યારે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરી ચુકેલા બે પૂર્વ વિદ્યાર્થીઓએ કોટન પોલીએસ્ટર વિથ સિલ્વર નેનો ટેકનોલોજીવાળા માસ્ક બનાવ્યા છે. આ વિશેષ માસ્ક 1 કલાકથી પણ ઓછા સમયમાં 99.99% કોરોના વાયરસનો નાશ કરતા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ વિશેષ માસ્કનું નામ ‘કોવીડ કિલર રીયુઝેબલ ફેસ માસ્ક’ આપવામાં આવ્યું છે, જેની કિંમત 210 રૂપિયા હાલ નક્કી કરાઈ છે.
અતુલ તિવારી/અમદાવાદ : કોરોના વાયરસના વધતા સંક્રમણથી બચવા માસ્ક જ એકમાત્ર વિકલ્પ સાબિત થયો છે, ત્યારે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરી ચુકેલા બે પૂર્વ વિદ્યાર્થીઓએ કોટન પોલીએસ્ટર વિથ સિલ્વર નેનો ટેકનોલોજીવાળા માસ્ક બનાવ્યા છે. આ વિશેષ માસ્ક 1 કલાકથી પણ ઓછા સમયમાં 99.99% કોરોના વાયરસનો નાશ કરતા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ વિશેષ માસ્કનું નામ ‘કોવીડ કિલર રીયુઝેબલ ફેસ માસ્ક’ આપવામાં આવ્યું છે, જેની કિંમત 210 રૂપિયા હાલ નક્કી કરાઈ છે.
ગુજરાત સરકાર ના સરકારી કર્મચારી ની અધધ 8 કરોડની બેનામી મિલકત મળી આવી
GTUમાં અભ્યાસ કરી ચુકેલા પાટણના મનીષ રાવલ અને હિમાલી સંગાણીએ કોરોનાથી રક્ષણ મેળવી શકાય તે ઉદ્દેશથી કોવીડ કિલર માસ્ક બનાવ્યું છે. કોરોના વાયરસ બચાવતા આ કોવીડ કિલર માસ્કના ફેબ્રિકને USAના FDA દ્વારા સર્ટીફાઈડ પણ કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત લોકલ ફોર વોકલ અંતર્ગત સ્થાનિક ચીજ વસ્તુઓના ખરીદી તેમજ વપરાશ પર સતત જોર આપીને દેશને સંદેશ આપતા રહ્યા છે. એવામાં આ વિશેષ માસ્ક બનાવનાર બંને વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ અંર્તગત ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટી દ્વારા મદદ કરાઈ રહી છે. માસ્ક બનાવનાર યુવાનોને 30 લાખ રૂપિયા સુધીની મદદ મળી રહે તે માટે GTU તરફથી પ્રયાસો કરાઈ રહ્યા છે, ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નર તરફથી સહકાર મળે તે માટે વાત કરાઈ છે તેમજ મોટાપાયે પ્રોડક્શન શરુ થાય તે માટે ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્લોટની ફાળવણી થાય તે માટેની કવાયત હાથ ધરી છે.
GUJARAT CORONA UPDATE: નવા 954 દર્દી, 1197 રિકવર થયા, 6 લોકોનાં નિપજ્યાં મોત
એન્વાયર્મેન્ટ ફ્રેન્ડલી આ વિશેષ માસ્ક પર જો કોઈ વાયરસ કે બેક્ટેરિયા હોય તો 99.99% તેનો નાશ થતો હોવાનો દાવો વિદ્યાર્થીઓની સાથે જ GTUના ઈંક્યુબેશન સેન્ટરના મેનેજર તુષાર પંચાલ દ્વારા પણ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કરવામાં આવ્યો. આ માસ્કને 100 થી વધુ વખત ધોઈને તેનો ઉપયોગ પણ કરી શકાય છે. ભવિષ્યમાં ડોકટરોના ઉપયોગ માટે આ મટીરીયલનો ઉપયોગ કરીને એપ્રોન પણ બનાવવાની તૈયારી કરાઈ રહી છે. માસ્કનું ફેબ્રિક એન્ટી વાયરલ, બેક્ટેરિયલ અને એન્ટી ફન્ગલ છે, જેની ઉપર કોરોના વાયરસ જ માત્ર નહીં કોઈ પણ વાયરસ માત્ર 5 મિનિટમાં 93% તો 1 કલાકમાં 99.99 % નાશ થાય છે.. માસ્ક પહેર્યા બાદ બોલવા તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની અનેક લોકો ફરિયાદ કરતા હોય છે. ત્યારે જે ફેબ્રિકમાં આ માસ્ક બનાવાયું છે તેમાં બોલવા કે શ્વાસ લેવામાં પણ સરળતા રહે છે તેમજ માસ્કની સાઈઝને નાની મોટી કરી શકાય તે માટે રીંગ તેમજ સરળતા માટે કલીપ પણ મુકવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube