ઝી બ્યુરો/વલસાડ: દક્ષિણ ગુજરાતમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે તંત્રના ભ્રષ્ટ કામની પણ પોલ ખુલી ગઈ છે. વલસાડમાંથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવ પર એટલા ખાડા પડી ગયા છે કે રોડ જાણે ખાડામાં હોય તેવું લાગી રહ્યું છે. અનેક અકસ્માતોને નોંતરુ આપતો કેવો છે આ રોડ?


  • રોડ પર ખાડા કે ખાડામાં રોડ?

  • આ હાઈવે છે કે હાલ-બેહાલ?

  • આ રોડ છે કે પછી કરી છે રમત?

  • નેશનલ હાઈવેની આવી દશા?

  • ભ્રષ્ટ અધિકારીઓએ કેટલી કરી હશે કટકી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોળા દિવસે વાહન માલિકોને બ્રેક ડાન્સ કરાવતો અને અને અકસ્માતને ગેરંટી આપતો અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48...આ હાઈવે પરથી પસાર થયાં તો કમર તુટી જાય તે નક્કી. સાથે જ અહીં તો પસાર થાઓ એટલે બે-ત્રણ અકસ્માતના દ્રશ્યો જોવા મળી જ જાય. અમે પણ જ્યારે રોડના ખાડાઓને સરકાર સુધી પહોંચડાવા માટે સ્ટોરી કરવા પહોંચ્યા તો એક ગાડી ઊંધી વળી ગયેલી જોવા મળી. એટલે અહીં એ તો નક્કી જ છે કે આ ખાડા કોઈને જીવ નહીં લે ત્યાં સુધી તે કદાચ પુરાવાના નથી.


  • બ્રિજમાં દેખાય છે સળિયા 

  • હાઈવે પર જર્જરિત બ્રિજ 

  • બ્રિજ પર મસમોટા ખાડા

  • ટેક્સ લઈને આવી સુવિધા?


રાજ્ય અને દેશમાં સૌથી વધારે ટ્રાફિક જો કોઈ હાઈવે પર રહેતો હોય તો તે નેશનલ હાઈવે 48 છે. પરંતુ વલસાડમાંથી પસાર થતાં આ હાઈવે પર તો એટલા ખાડા પડ્યા છે કે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવે તમે હાઈવે પર બનેલા આ બ્રિજને પણ બરાબર જુઓ..બ્રિજના સળિયા દેખાઈ રહ્યા છે. બ્રિજ પર જ એટલો મોટો ખાડો પડ્યો છે કે ટ્રક ચાલકોને પણ સાચવીને પસાર થવું પડે છે. વિચારો કે આ બ્રિજ જો ધરાશાયી થયો તો? નેશનલ હાઈવે ઓથોરિટી વાહનચાલકો પાસેથી તગડો ટેક્સ ઉઘરાવે છે પરંતુ સુવિધા આપવામાં પાછી પાને કરે છે. તેનો જીવતો જાગતો દાખલે ટીવી સ્ક્રીન પર દેખાતો આ રોડ છે. 


  • રોડ પર ખાડા કે ખાડામાં રોડ?

  • નેશનલ હાઈવેના હાલ થયા છે બેહાલ 

  • જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે 

  • ટેક્ષ આપીને પણ વાહનચાલકોને આવી સુવિધા?

  • અનેક અકસ્માતોને આમંત્રણ આપે છે આ ખાડા 

  • હાઈવે પર બનેલો બ્રિજ બન્યો છે જોખમી


વલસાડના વાલધરા ગામથી મહારાષ્ટ્રના પાલઘર સુધી હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. આ ખાડાઓથી ઘણી વાર અકસ્માતો સર્જાય છે. રોડ પર ખાડા તો છે સાથે સાથે ખાડામાં પાણી પણ ભરાયેલા છે જેના કારણે વાહન ચાલકો એ સમજી શકતા નથી કે ખાડો કેવડો અને કેટલો ઊંડો છે? ઘણીવાર તો રોડ પર રહેલી ગટરોમાંથી પણ પાણી ઉભરાય છે.


બ્રિજ પર દેખાતા સળિયામાં વાહન ચાલકોના ટાયરો પણ ફાટી જાય છે. નેશનલ હાઈવે ઓથોરિટી સામે વાહન ચાલકોનો રોષ જોવા મળી રહ્યો છે. ટેક્સ ઉઘરાવીને પણ સુવિધા ન મળે તો પછી ટેક્સ ભરવાનું શું મતલબ? વાહન ચાલકોએ માગ કરી છે કે તુટેલા ફુટેલો આ રોડ ક્યારે રિપેર થાય છે.