રાજકોટ બે દિવસમાં તરસે મરી જશે! જાણો કયા વોર્ડમાં કયા દિવસે રહેશે સૌથી મોટો પાણીકાપ
રાજકોટમાં 8મી મે ના વોર્ડ નં. 13 અને 9મી મે ના વોર્ડ નં. 11, 12, 7, 14 અને 17ના વિસ્તારોમાં પાણી વિતરણ કરવામા નહી આવે.
ગૌરવ દવે/ રાજકોટ: શહેરમાં ફરી એક વખત ભર ઉનાળે લોકો બે દિવસ સુધી તરસ્યા રહેશે. રાજકોટ મનપાના વોટર વર્કસ વિભાગ દ્વારા ફરી એક વખત ટેકનીકલ બહાનુ આગળ ધરી પાણી કાંપ ઝીંકવાની જાહેરાત કરી છે.
રાજકોટમાં 8મી મે ના વોર્ડ નં. 13 અને 9મી મે ના વોર્ડ નં. 11, 12, 7, 14 અને 17ના વિસ્તારોમાં પાણી વિતરણ કરવામા નહી આવે. રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યુ હતુ કે, રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા ભાદર ડેમની 900મીમીની મુખ્ય લાઈનમાં લીલાખા પાસે ભંગાણ સર્જાયું છે. તેથી તેના રિપેરિંગ કામ અર્થે પાણીકાપ રહેશે.
આ શું થવા બેઠું છે? ગુજરાતમાં 7 હજાર જેટલા કરાર આધારિત કર્મચારીઓએ હવે સરકાર સામે બાંયો ચઢાવી!
રાજકોટમાં પાણીની સમસ્યા જે વિસ્તારમાં ચબે ત્યાં પાણીના ટેન્કર થી પાણી વિતરણ કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં દરરોજ અંદાજીત 608 ટેન્કર પાણીના ફેરા કરે છે. હજુ પણ જે વિસ્તારમાં પાણી ઓછું હશે ત્યાં વસ્તીનું સર્વે કરી પાણી ટેન્કર વધારી દેવામાં આવશે.
પોરબંદર શહેરમા ભર ઉનાળે પાણી કાપ
સૌરાષ્ટ્રમાં દર વર્ષે ઉનાળા ટાણે પાણીની બૂમ રહે છે. રાજકોટ સિવાય પોરબંદર શહેરમાં પણ ભર ઉનાળે પાણી કાપ જોવા મળી રહ્યો છે. 7 અને 8 મે એમ બે દિવસ સુધી શહેરમાં પાણી કાપ રહેશે. રાણાવાવ નજીક મુખ્ય પાઈપ લાઈનમા લીકેજ થતા તેનું સમારકામ કરાશે. જેના કારણે બે દિવસ સુધી શહેરમા નહિવત પાણી પુરવઠો મળશે.
મોંઘવારી વધતા ગુજરાતમાં ગ્રામજનોનો આશ્ચર્યજનક જુગાડ! હવે એક તીરથી ત્રણ નિશાન સાંધશે!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube