રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરામાં (Vadodara) બ્લેક ફંગસ (Black Fungus) બાદ હવે વ્હાઈટ ફંગસના કેસ સામે આવ્યા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં (Vadodara Sayaji Hospital) વ્હાઈટ ફંગસના ત્રણ કેસ સામે આવ્યા છે. મ્યુકોરમાઈકોસિસ જેવા જ લક્ષણો વ્હાઈટ ફંગસમાં (White Fungus) જોવા મળ્યા છે. વ્હાઈટ ફંગસના બે પ્રકાર છે, એક એસ્પરજીલોસિસ અને કેન્ડીયાલિસિસ. સયાજી હોસ્પિટલમાં વ્હાઈટ ફંગસના એસ્પરજિલોસિસના ત્રણેય દર્દીઓ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં (Vadodara) મ્યુકોરમાઈકોસિસ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સયાજી હોસ્પિટલમાં (Sayaji Hospital) મ્યુકોરમાઇકોસિસના 3 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા દોઢ મહિનાથી દર્દીઓ સારવાર હેઠળ હતા. દર્દીઓએ કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસને (Mucormycosis) હરાવ્યો છે. ભરૂચ, અંકલેશ્વર અને વડોદરાના 3 મહિલા દર્દીઓએ મ્યુકોરમાઈકોસિસસને (Mucormycosis) હરાવ્યો છે.


આ પણ વાંચો:- વડોદરા MS યુનિના વિદ્યાર્થીઓએ શાકભાજી વેચી કર્યો માસ પ્રમોશનનો વિરોધ


નઝમા પટેલ, રજનીબેન વાડેકર અને દર્શના પટેલે મ્યુકોરમાઈકોસિસને માત આપી છે. છેલ્લા એક દોઢ મહિનાથી દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. કોરોના થયા બાદ મ્યુકોરમાઈકોસિસસનો (Mucormycosis) રોગ થયો હતો. 57 વર્ષીય રજનીબેન પટેલની તો આંખ પણ કાઢવી પડી છતાં મ્યુકોરમાઈકોસિસસને હરાવ્યો છે. રજનીબેન પટેલે જણાવ્યું હતું કે, મ્યુકોરમાઈકોસિસસથી ડરવું નહિ પણ સમયસર સારવાર કરાવો તે જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube