Loksabha Election 2024: અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા 43 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી. જેમાં ગુજરાતની 7 લોકસભા બેઠકના ઉમેદવારોનો સમાવેશ થાય છે. યુવાન, શિક્ષીત, સામાજીક અને રાજનૈતિક રીતે શ્રેષ્ઠ કામગીરી કરતા ઉમેદવારોની પસંદગી કરવા બદલ રાષ્ટ્રીય નેતૃત્વનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે આભાર માનતા તમામ ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી છે. હવે આપણે જાણીશું કે ગુજરાતમાં કોંગ્રેસના 7 ઉમેદવારો વિશે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભાનું નામ                          કોંગ્રેસના ઉમેદવારનું નામ                          શૈક્ષણિક લાયકાત                ઉંમર                       હાલનો રાજકીય હોદ્દો
૦૧ - કચ્છ (એસ.સી.)                       નીતેશ લાલન                                           SYBCom                        30                પ્રમુખ, કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિ
૦૨ - બનાસકાંઠા                            ગેનીબેન ઠાકોર                                          B.A.                              48                 ધારાસભ્ય, વાવ, જી. બનાસકાંઠા
૦૭ - અમદાવાદ પૂર્વ                       રોહન ગુપ્તા                                            B.B.A., M.B.A.                  46              પ્રવક્તા, અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૦૮ - અમદાવાદ પશ્ચિમ (એસ.સી.) ભરતભાઈ મકવાણા                                  B.Com, LLB                      59             પૂર્વ ધારાસભ્ય (સોજીત્રા), પ્રદેશ મહામંત્રી, ગુજરાત કોંગ્રેસ
૧૧ - પોરબંદર                            લલીતભાઈ વસોયા                                     Std.12 Pass                       60             પૂર્વ ધારાસભ્ય (ધોરાજી), પ્રમુખ રાજકોટ જીલ્લા કોંગ્રેસ
૨૩ - બારડોલી (એસ.ટી.)         સિધ્ધાર્થભાઈ ચૌધરી                                   B.E., Mechanical, M.B.A.    47             નેતા કોંગ્રેસ, તાપી જીલ્લા પંચાયત ડીરેક્ટર, સુમુલ ડેરી
૨૬ - વલસાડ (એસ.ટી.)                અનંત પટેલ                                            M.A. B.Ed                          47             ધારાસભ્ય (વાંસદા)


કોણ છે નીતેશ લાલન?
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જાહેર કરેલ 7 ઉમેદવારોમાંથી 4 ઉમેદવારો 50 વર્ષથી નીચેની વયના છે. કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર નીતેશ લાલન કચ્છ જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. ભૂતકાળમાં ગાંધીધામ વિધાનસભા યુથ કોંગ્રેસથી  પોતાની રાજનૈતિક જીવનની શરૂઆત કરનાર યુવા ઉમેદવાર છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક યુવાન ચહેરાને કચ્છ લોકસભાની ચૂંટણીમાં ઉતાર્યા છે.


કોણ છે ગેનીબેન ઠાકોર?
બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરની પસંદગી કરવામાં આવેલ છે, ગેનીબેન ઠાકોર સમગ્ર ઉત્તર ગુજરાતમાં સામાજીક અને રાજકીય કામગીરીથી લોકપ્રિય ચહેરો છે તથા છેલ્લા બે-ટર્મથી વાવ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે. ગેનીબેન ઠાકોરની રાજનૈતિક શરૂઆત યુવા કોંગ્રેસના માધ્યમથી થયેલ હતી.


કોણ છે રોહન ગુપ્તા?
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે એ.આઈ.સી.સી.ના પ્રવક્તા અને યુવા ચહેરા તરીકે રોહન ગુપ્તાની પસંદગી કરેલ છે. એસ.એસ.સી. અને એચ.એસ.સી. માં ટોપ ટેનમાં આવનાર રોહન ગુપ્તાએ ભૂતકાળમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની સોશ્યલ મીડીયા ટીમના ચેરમેન તરીકે જવાબદારી સંભાળેલ હતી. તેઓએ ઘણા રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ વોરરૂમની જવાબદારી સંભાળેલ હતી.


કોણ છે ભરત મકવાણા?
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ભરત મકવાણાની પસંદગી કરેલ છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનમાં ઘણા સમયથી સક્રિય કામગીરીમાં હતા. તેઓ ધારાસભ્ય તરીકે ૧૯૯૮માં સોજીત્રા બેઠકથી ચૂંટાયેલ હતા.


કોણ છે લલિત વસોયા?
પોરબંદર લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાની પસંદગી કરવામાં આવી છે. તેઓ હાલ રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે. તેઓ સૌરાષ્ટ્રના સામાજીક નેતા તરીકે પ્રસ્થાપિત છે. તથા અનેક પાટીદાર સમાજની સંસ્થાઓ જોડે સંકળાયેલા છે. તેઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે સેવા આપી છે.


કોણ છે સિધ્ધાર્થ ચૌધરી?
બારડોલી લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તાપી જીલ્લા પંચાયત વિપક્ષના નેતા સિધ્ધાર્થ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. તેઓ સહકાર ક્ષેત્રમાં સક્રિય છે, તેઓ સુમુલ ડેરીના ડીરેક્ટર છે અને અન્ય અનેક સહકારી સંસ્થાઓમાં સભ્ય છે. તેઓ આદિવાસી વિસ્તારમાં શિક્ષીત અને સામાજીક નેતા તરીકે છાપ ધરાવે છે. તેઓએ રાજનૈતિક શરૂઆત યુવક કોંગ્રેસના માધ્યમથી કરેલ હતી. અને અનેક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આદિવાસી બાળકોને શિક્ષણ મળે તે માટે કાર્યરત છે. 


કોણ છે અનંત પટેલ?
વલસાડ લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધારાસભ્ય અનંત પટેલની પસંદગી કરવામાં આવી છે. તેઓ છેલ્લા બે-ટર્મથી વાંસદા વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટાઈને આવે છે. તેઓએ પોતાની રાજનીતિની શરૂઆત ગામના સરપંચથી શરૂ કરી ત્યારબાદ તાલુકા પંચાયત અને ધારાસભામાં ચૂંટાઈને આવ્યા હતા. તેઓ આદિવાસી સમાજના મુદ્દાઓને લઈને હરહંમેશ લડતા આવ્યા છે. તેઓ સમગ્ર આદિવાસી વિસ્તારમાં ખુબજ લોકપ્રિય છબી ધરાવે છે. તેઓએ રાજનૈતિક શરૂઆત યુવક કોંગ્રેસના માધ્યમથી કરેલ હતી.