350 કરોડનું ડ્રગ્સ : અરે સાહેબ પકડ્યું અને પકડાયામાં ઘણો ભેદ છે, વાહવાહીનો હકદાર કોણ અને જશ કોણ ખાટી ગયું?
Drugs Worth Crores Seized From Veraval Port : ગીર સોમનાથમાં ઝડપાયેલા 350 કરોડના ડ્રગ્સ પકડવા મામલે મતમતાંતર છે... ગૃહમંત્રીએ તો પોલીસને 10 લાખનું ઈનામ જાહેર કરી પ્રશંસાના ફૂલ વેરી દીધા, પણ ખારવા સમાજનો તેમાં શું રોલ છે તે જોઈએ
Gujarat Police : શાબાશ ગુજરાત પોલીસ....ગુજરાતની પોલીસ ડ્રગ્સ માફિયાઓ પર ભારે પડી રહી છે. હર્ષ સંઘવી જાહેરમાં બોલી રહ્યાં છે કે પોલીસ કામગીરી કરે છે એટલે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ગઈકાલે પણ એમને ગુજરાત પોલીસના મોં ફાટ વખાણ કર્યા હતા. ડ્રગ્સ પકડનાર પોલીસને 10 લાખનું ઈનામ પણ જાહેર કરાયું છે. ઈરાન અને પાકિસ્તાનની કાર્ટેલ તોડી ગુજરાત પોલીસ દ્વારા કરાતી કામગીરી કાબીલેદાદ છે. ડ્રગ્સ એ દૂષણ છે જે આજની યુવા પેઢીને ગળી જાય છે. આ દૂષણને ડામવું એ પોલીસની પ્રાથમિક ફરજ છે. ગુજરાતમાં 350 કરોડનું ડ્રગ્સ પકડાવું એ કોઈ નાની સૂની બાબત નથી પણ ડ્રગ્સ કોને પકડ્યું અને ઈનામના ખરા હકદાર કોણ એ સૌથી મોટો સવાલ છે. કારણ કે ખારવા સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડાએ ZEE24 kalak સમક્ષ દાવો કર્યો છે કે ચોરીની શંકાથી પીછો કરાયા બાદ ડ્રગ્સ પકડાતાં અમે એસપીને જાણ કરી અને એસપીએ અડધી રાતે દોડી આવીને બાકીની કાર્યવાહી કરી ડ્રગ્સનો બીજો જથ્થો બોટમાંથી પકડ્યો હતો. બીજી તરફ એસપી એમ કહી રહ્યાં છે અમને બાતમી મળી હતી એ આધારે અમે 4 ટીમો બનાવી હતી અને ડ્રગ્સ લઈને જતી એક કારને આંતરીને અમે ડ્રગ્સ પકડ્યું હતું. અમારી ટીમોએ ઈકો કારને રોકી એમાં તલાશી લેતાં ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. હવે પહેલો સવાલ એ છે કે ડ્રગ્સ પકડ્યું કોણે પોલીસ કહે બાતમીને આધારે ટીમો બનાવી કારને આંતરીને પકડી તો ખારવા સમાજના ઉપ પ્રમુખ કહી રહ્યાં છે કે અમે પકડીને પોલીસને જાણ કરી આ બંનેના નિવેદનો અલગ અલગ છે. ગુજરાતના ગૃહમંત્રીએ તો પોલીસને 10 લાખનું ઈનામ જાહેર કરી પ્રશંસાના ફૂલ વેરી દીધા છે પણ સવાલ એ છે કે જે પોલીસને બહાદુરીનું ઈનામ મળી રહ્યું છે એ પોલીસ ખરેખર ઈનામની હકદાર છે. જેમને પોલીસને મદદ કરી એમનો જશ પોલીસ લઈ ગઈ છે કે ખારવા સમાજના ઉપ પ્રમુખ ખોટું બોલી રહ્યાં છે.
પોલીસને બાતમી મળી હતી
બનાવ અંગે માહિતી આપતા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાનું કહેવુ છે કે પોલીસને મધ્યરાત્રિએ જે બાતમી મળી હતી તેના પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ કર્મચારીઓ દોડી ગયા હતા અને વોચ ગોઠવીને કંસાઇનમેન્ટ રિસીવ કરનાર અને દરિયા માર્ગે કંસાઇનમેન્ટ લઈ આવનાર તમામને રંગે હાથો ઝડપ્યા હતા. કન્સાઈનમેન્ટ લઈને આવનાર ખલાસીને પૂછપરછ કરતા આંતરરાષ્ટ્રીય જળ સીમામાંથી આ નશીલો પદાર્થ લઈને આવ્યા હોવાનું તેઓએ પોલીસને કબુલાત આપી છે. બોટમાંથી સેટેલાઈટ ફોન પણ મળી આવતા એ.ટી.એસ તેમજ ટેકનિકલ સહાય લઈને ગિર સોમનાથ પોલીસ આ બાબતે વધુ તપાસ ચલાવી રહી છે.
10 લાખ આપ નહીં તો દારૂના કેસમાં ફીટ કરી દઈશ, PSIથી કંટાળી પાટીદાર યુવાનનો આપઘાત
ઍપલે કેમ આઇફોનને ચોખાની થેલીમાં સૂકવવાની ના પાડી, Apple ની iPhone યુઝર્સને વોર્નિંગ
કોથળામાં શું છે એ ખબર નથી
કારમાંથી રહેલા શખ્સને પૂછ્યું હતું કે, વહાણમાંથી શું ચોર્યું છે. આ શખ્સોએ કહ્યું હતું કે, અમે કાંઈ ચોરી કરી નથી. જે લોકેશન આપ્યું છે ત્યાંથી કોથળો મુક્યો છે તે લઈ આવ્યા છીએ. કોથળામાં શું છે તે ખબર નથી. આથી, અમે (જીતુભાઈએ) નાના ભાઈ ખિમજીભાઈને બેંગ્લોર ફોન કર્યો હતો. ખિમજીભાઈએ જીતુભાઈ અને મોટાભાઈ કિશોરભાઈને ફોન કર્યો હતો. ત્યાં જઈને તપાસ કરી વિગતો જાણીને તરત જ મોટા ભાઈ કિશોરભાઈ કુહાડાને ફ્રેન કર્યો હતો. કિશોરભાઈ કુહાડાએ જિલ્લાના એસ.પી.ને વાત કરવા માટે કહ્યું હતું. ઈમરજન્સી છે તેવી ની વાત કરતાં એસ.' મળ્યાં હતાં અને ડ્રગ્સ મળ્યાંની જાણ કરી હતી. પોલીસ આવી ગઈ હતી અને તમામ સામાન લઈને પોલીસ ચોકીએ પહોંચ્યા હતા.
થોડીવારમાં સેટેલાઈટ ફોન ટંડેલ પાસેથી મળતાં આ બાબતને ગંભીરતાથી લઈ તરત જ એસ.પી.ને જાણ કરી હતી. એસ.પી. ખુદ રાતના ઘરેથી રૂબરૂ આવી ગયાં હતાં અને ટંડેલ પાસેથી માહિતી ઓકાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ સંભાળી હતી પણ આ કેસમાં પોલીસ અલગ સૂર આલાપી રહી છે. પોલીસ કહી રહી છે કે બાતમી મળી હતી એ આધારે કાર્યવાહી કરી છે. ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહર સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મળેલી બાતમીના આધારે એલસીબી પીઆઈ એમએમ રાણા, એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ એબી જાડેજા સહિતની ટીમોએ ગઈકાલે રાતે વેરાવળ બંદર નજીકથી કારમાં પસાર થતા આસિફ ઉર્ફે કારા જુસબ સમા અને તેના મિત્ર અરબાઝ અનવર સમાને અટકાવી ઈકો કારની તલાશી લેતા તેમાંથી 25 કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. આમ સાચું કોણ બોલી રહ્યું છે ઈનામનું હકદાર કોણ છે એ તો ગુજરાત પોલીસ અને હર્ષ સંઘવી જાણે પણ આ કેસ ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે.
છાશવારે દુબઈ ઉપડી જતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, વિઝામાં કરાયો આ મોટો ફેરફાર