Global Center of Traditional Medicines: ગ્લોબલ મેપ પર ગુજરાતને ચમકાવવા માટે સરકાર વધુ એક ભેટ આપવા જઈ રહી છે. રાજ્યના જામનગરમાં ટ્રેડિશનલ (પરંપરાગત) દવાઓ પર WHOનું વૈશ્વિક કેન્દ્ર બનશે. તેના માટે ભારતે આયુષ વિભાગ અને WHOની વચ્ચે 25 માર્ચે જિનેવામાં એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકાર વચ્ચે આ કરાર થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કર્યું આ પહેલનું સ્વાગત
તેનું વિધિવત ઉદઘાટન 21મી એપ્રિલ 2022ના રોજ કરવામાં આવશે. ભારત આ કેન્દ્ર માટે 25 કરોડ ડોલર ખર્ચ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ WHO અને ભારત સરકારની વચ્ચે થયેલા હોસ્ટ કન્ટ્રી એગ્રીમેન્ટનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે એવી આશા છે કે WHOનું નવું વૈશ્વિક કેન્દ્ર ગુજરાતમાં બની રહ્યું છે જે વિશ્વને વધુ સારા અને સસ્તું મેડિકલ સોલ્યુશન્સ પ્રદાન કરવામાં મદદરૂપ થશે.



કેન્દ્રની સ્થાપના માટે ભારત સરકારનો આભાર - WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું છે કે આ નવું વૈશ્વિક કેન્દ્ર પરંપરાગત દવાઓ અને તબીબી પદ્ધતિઓના આધુનિક સંશોધન અને માનકીકરણમાં મદદ કરશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે વિશ્વના લાખો લોકો માટે પરંપરાગત દવા એ રોગોની સારવારનું પ્રથમ પગલું છે. એવામાં અમારી કોશિશ હશે કે વૈજ્ઞાનિક ઢબથી તૈયાર થતી પરંપરાગત દવાઓને વધુ પ્રભાવી બનાવવામાં આવે. તેમણે આ કેન્દ્રની સ્થાપના માટે ભારત સરકારનો આભાર માન્યો હતો.


દુનિયાની 80 ટકા વસ્તી કરે છે પારંપરિક દવાનો ઉપયોગ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું હતું કે, વિશ્વની 80 ટકા વસ્તી પારંપરિક દવાઓનો ઉપયોગ કરે છે. સાથે યૂએનના 194માંથી 170 દેશોએ તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી પરંપરાગત દવાઓ અને તબીબી પ્રણાલીઓને વધુ અસરકારક બનાવવા માટે WHOની મદદ માંગી હતી. આધુનિક દવાઓમાં વપરાતી 40 ટકા દવાઓ પણ એવી છે કે તે કુદરતી ઉત્પાદનોમાંથી મેળવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, એસ્પ્રિન નામની દવા અંગ્રેજી વિલો વૃક્ષની છાલનો ઉપયોગ કરીને પરંપરાગત ફાર્મૂલામાંથી લેવામાં આવી છે. ઉપરાંત, બાળકોમાં કેન્સરની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા સામાન્ય રીતે ઘરોમાં વાવવામાં આવતા સદાબહાર છોડમાંથી બનાવવામાં આવે છે.