Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય દરેક ચૂંટણીમાં પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલતી જ હોય છે. 2022ની ચૂંટણી જાહેર થયા પહેલાં અને જાહેર થયા પછી પક્ષપલટાનો દોર શરૂ થઈ હતો અને અનેક નેતાઓએ પાટલી બદલી બીજા પક્ષમાં એન્ટ્રી મેળવી હતી. દર વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી જવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. બીજી બાજુ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા તેમજ મુળ કોંગ્રેસી એવા નેતાઓને ભાજપે આ વખતે ટિકિટ પણ આપી હતી. જેમાંથી સાત બેઠક એવી છે જ્યાં પક્ષપલટો કરીને ભાજપમાં ભળેલા નેતાઓ જીત્યા છે તો બે બેઠક પર પક્ષપલટુનો પરાજય થવા પામ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોર, વીરમગામમાં હાર્દિક પટેલ, જસદણમાં કુંવરજી બાવળિયા, તાલાળામાં ભગાભાઈ બારડ, ગોધરામાં સી.કે.રાઉલજી, કપરાડામાં જીતુ ચૌધરી, વિસાવદરમાં હર્ષદ રિબડીયા ‘આપ’ સામે પરાસ્ત થયા છે. બીજી બાજુ પક્ષપલ્ટો કરનાર નેતાઓને નીચે મુજબની સફળતા મળી છે.


વીસાવદર બેઠક
ભાજપના હર્ષદ રીબડિયાનો પરાજય
આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્ર ભાયાણીનો વિજય


વીરમગામ બેઠક
ભાજપના હાર્દિક પટેલનો વિજય
કોંગ્રેસના લાખા ભરવાડનો પરાજય


માણાવદર બેઠક
ભાજપના જવાહર ચાવડાનો પરાજય
કોંગ્રેસના અરવિંદ લાડાણીનો વિજય


ગાંધીનગર દક્ષિણ બેઠક
ભાજપના અલ્પેશ ઠાકોરનો વિજય
કોંગ્રેસના હિમાંશુ પટેલનો પરાજય


જસદણ બેઠક
ભાજપના કુંવરજી બાવળિયાનો વિજય
કોંગ્રેસના ભોળા ગોહિલનો પરાજય


ધારી બેઠક
ભાજપના જેવી કાકડિયાનો વિજય
કોંગ્રેસના કિર્તી બોરીસાગરનો પરાજય


બાલાસિનોર બેઠક
ભાજપના માનસિંહ ચૌહાણનો વિજય
કોંગ્રેસના અજીતસિંહ ચૌહાણનો પરાજય


છોટાઉદેપુર બેઠક
ભાજપના રાજેન્દ્રસિંહ રાઠવાનો વિજય
કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવાનો પરાજય


કરજણ બેઠક
ભાજપના અક્ષય પટેલનો વિજય
કોંગ્રેસના પ્રિતેશ કુમાર પટેલનો પરાજય


કપરાડા બેઠક
ભાજપના જિતુભાઈ ચૌધરીનો વિજય
કોંગ્રેસના વસંત પટેલનો પરાજય


તાલાલા બેઠક
ભાજપના ભગવાન બારડની જીત
કોંગ્રેસના માનસિંહ ડોડિયાની હાર