Hansaben Bharatbhai Parmar : માત્ર એક્ટિંગ કરે એ જ સ્ટાર નથી બનતા. સોશિયલ મીડિયાએ અનેક લોકોને સ્ટાર બનાવ્યા છે. અનેક લોકોની જિંદગી ગુલઝાર થઈ છે. જો તમારામાં કોઈ ટેલેન્ટ છે, અથવા તો તમે કંઈક સારું કરી શકો છો તો સોશિયલ મીડિયા પર તમે પોપ્યુલર બની જાઓ છો. આવી જ એક ગુજરાતી મહિલા સોશિયલ મીડિયા પર રાતોરાત સ્ટાર બની ગઈ. સામાન્ય ઘરની આ મહિલાએ સપનામાં પણ વિચાર્યુ નહિ હોય કે તેઓ આટલા પોપ્યુલર થઈ જશે. તેમની બોલવાની છટાએ તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા છે. હવે ઓફિસોમાં કે નાકા પર લોકો તેમનું નામ લઈને તેમની સ્ટાઈલમાં વાત કરે છે. આપણે વાત કરીએ હંસાબેન ભરતભાઈ પરમારની, જેઓ પોતાનું જ નામ બોલીને પોપ્યુલર થઈ ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બદલાઈ ગઈ ગુજ્જુ મહિલાની જિંદગી
હાલ હંસાબેન ભરતભાઈ પરમાર નામનો સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો આ નામથી મજાક કરી રહ્યાં છે. પરંતુ આ સિલસિલો તો એક વર્ષ પહેલા શરૂ થયો હતો. આજથી અંદાજે એક વર્ષ પહેલા જ્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે આમ આદમી પાર્ટીના પ્રચારમાં ગયેલા હંસાબેન પોતાનું નામ બોલવાની સ્ટાઈલને કારણે ખૂબ જ વાયરલ થયા હતા. તેમના પર બાદમાં અનેક વીડિયો બન્યા છે. 


ગુજરાતના બે મહત્વના સ્થળોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ


કોણ છે હંસાબેન
હંસાબેન ભરતભાઈ પરમારની વાત કરીએ તો તેઓ રાજકોટના મવડી વિસ્તારમાં રહે છે. 50 વર્ષીય ઉંમરના મધ્યમવર્ગીય પરિવારની આ મહિલા ધરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં બે દીકરા અને બે દીકરીઓ છે. 


સંતાનો વીડિયો જોઈ દુખી થયા હતા 
આ વીડિયો વાયરલ થતા જ હંસાબેનના સંતાનો દુખી થયા હતા કે, તેમના મમ્મીની સોશિયલ મીડિયા પર ખરાબ રીતે મજાક ઉડી રહી છે. હંસાબેન પણ કહે છે કે, મને તો પહેલા ખુબ જ દુખ થયું હતું કે લોકોએ મારા આવા વીડિયો બનાવ્યા. પરંતુ બાદમાં લોકો મને ઓળખવા લાગ્યા, આ ઓળખ મને આ વીડિયોથી જ મળી. લોકો મારો ઈન્ટરવ્યૂ લેવા આવવા લાગ્યા. બજારમાં મોઢું બાંધીને પણ નીકળું તો લોકો મને ઓળખી જાય છે અને ઘેરી વળે છે, એક વખત સિવિલ હોસ્પિટલમાં ગયેલા ત્યાં હોસ્પિટલના સ્ટાફ વાળા એમના સાથે ફોટો પડાવવા ને ઓટોગ્રાફ લેવા માટે આવી ગયા. એક સમયે મને કોઈ ઓળખતું પણ નહોતું ને અત્યારે આટલા લોકો મારા ચાહકો છે.


હવે બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા હંસાબેનના ચાહકો બન્યા છે. આ વીડિયો પોપ્યુલર થયા બાદ હંસાબેન રાતોરાત પોપ્યુલર બની ગયા છે. હવે તો તેઓ સોશિયલ મીડિયા પર ચેનલ પણ ચલાવે છે અને પોતાના નવા વીડિયો મૂકે છે. ઈન્સ્ટાગ્રા પર તેમના 133K ફોલોઅર્સ છે. 


વેવાણ પર આવ્યુ વેવાઈનું દિલ : એકલતા મળતા જ ચામાં ડ્રગ્સ નાંખીને વેવાણ પર કર્યો રેપ