Gujarat Assembly Election 2022, AAP Candidates: દિલ્હીના સીએમ અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે આપના નેતા ઇશુદાન ગઢવીને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો છે. આજે ઈસુદાન ગઢવીના પરિવારના સભ્યો પણ અમદાવાદમાં યોજાયેલ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. કાર્યક્રમ સ્થળે અરવિંદ કેજરીવાલે ઈશુદાનનું નામ જાહેર કરતા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર કોણ હશે તેનું જે સસ્પેન્સ હતું તે હવે સમાપ્ત થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AAPના સર્વેના પરિણામોની શુક્રવારે અમદાવાદમાં જાહેરાત કરતા પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ઈસુદાનને ગુજરાતની જનતા પાસે કરાવાયેલા સર્વેમાં 73 ટકા મત મળ્યા છે. આ સર્વેમાં ગુજરાતના 16.48 લાખ લોકોએ ભાગ લીધો હતો. આ એક પરિવર્તનની ક્ષણ છે અને ગુજરાતની જનતા પણ હવે પરિવર્તન માગી રહી છે. પંજાબની જેમ અમે ગુજરાતમાં પણ જનતા પાસેથી અભિપ્રાય મેળવીને AAPના મુખ્યમંત્રીપદના ચહેરાનો નિર્ણય લીધો હતો, હવે ગુજરાતમાં પણ સર્વેના આધારે ઈશુદાન ગઢવી સીએમ પદનો ચહેરો હશે.


કોણ છે ઇશુદાન ગઢવી? જાણો તેમની જિંદગીના ઉતાર ચઢાવ વિશે.... 
કેજરીવાલની ગુજરાત મુલાકાત અગાઉ પત્રકાર ઇશુદાન ગઢવીએ એક ખાનગી ટીવી ચેનલમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઇશુદાન ગઢવી પોતાની સ્પષ્ટ છબી અને ખેડૂત અંગેની લાગણીના કારણે ગુજરાતનાં દરેકે દરેક ગામડા સુધી પોતાની આગવી ઓળખ બનાવી છે.


વિદ્યાપીઠમાં અભ્યાસ અને દુરદર્શનથી પત્રકારત્વ ક્ષેત્રે પ્રવેશ
ઈશુદાન ગઢવીનો જન્મ 10 જાન્યુઆરી 1982માં થયો હતો. 40 વર્ષના ઇશુદાન ગઢવી જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. તેમના પિતા ખેરાજભાઇ ગઢવી સામાન્ય ખેડૂત હતા. ઇસુદાન ગઢવીએ 2005માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેમને એક સરકારી ચેનલના યોજના નામના કાર્યક્રમમાં જોડાયા હતા. 2005માં હૈદરાબાદ ખાતે એક ખાનગી ગુજરાતી ચેનલમાં જોડાયા હતા. ખાનગી ચેનલમાં તેમણે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન અને ડાંગ તથા કપરાડા તાલુકાનાં બિનકાયદેસર વૃક્ષ છેદનનાં 150 કરોડનાં કૌભાંડના મુદ્દાને ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ કર્યા હતા. આ રિપોર્ટનાં કારણે સરકાર પણ ઉંઘતી ઝડપાઇ હતી. આ અહેવાલ બાદ સરકારે કાર્યવાહી કરવી પડી હતી. જેના કારણે ઇસુદાન ગઢવીએ નિડર પત્રકારની ઓળખ મળી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube