નરેશ ભાલિયા, જેતપુર: હાલ ચોમાસુ ચાલી રહ્યું છે અને ઠેર-ઠેર પાણી ભરાવાની ઘટના બની રહી છે. ત્યારે તંત્રની બેદરકારીને લઈને ઘણી વખત લોકોના જીવ સાથે ચેડાં થાય છે. આવી જ ઘટના જેતપુરના પેઢલા પાસે આવેલા કેન્દ્રીય વિદ્યાલયમાં બની છે. જ્યાં તંત્રના પાપે બાળકોના જીવ જોખમમાં આવી ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જિલ્લાના જેતપુરના પેઢલા ગામના નેશનલ હાઇવે ઉપર કેન્દ્રીય વિદ્યાલય આવેલી છે અને અહીં 400 થી 500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સ્કૂલ નેશનલ હાઇવે પાસેથી પસાર થતા કોઝવેની બાજુમાં છે. જયારે ચોમાસુ હોય ત્યારે આ કોઝવેમાં મોટા પ્રમાણમાં પાણી આવે છે અને સ્કૂલનો અવર જવરનો રસ્તો બંધ થાય છે.


આ પણ વાંચો:- કાળમુખો બુધવાર: એક દિવસમાં 7 ના મોત, નદીમાં તણાતા 2 લાપતા; જાણો ક્યાં કઈ બની ઘટના


ગત દિવસોમાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી કોઝવેમાં મોટું પૂર આવ્યું હતું અને તેનું પાણી કોઝવે પર ફરી વળ્યું હતું. જેને લઇને સ્કૂલનો અવર-જવરનો એક માત્ર રસ્તો આ કોઝવે ઉપરથી હોવાથી અહીં વિદ્યાર્થીઓ ફસાયા હતા. આ દિવસે વાલી મિટિંગ હોવાથી વાલીઓ પણ હાજર હતા. ત્યારે અહીં ફસાયેલા વાલીઓએ આ કોઝવેને પૂરની સ્થિતિમાં પસાર કરવા જતા હતા ત્યારે મોટો અકસ્માત સર્જાયો હોત તો તેના જવાબદાર કોણ?


આ પણ વાંચો:- બોમ્બથી ઉડાવાની ધમકી આપતા મુંબઈ પોલીસના વલસાડમાં ધામા, 2 આરોપીની ધરપકડ


ચોમાસામાં અહીં વરસાદમાં પરિસ્થિતિ વધુ ગંભીર બને છે અને વિદ્યાર્થીઓ અહીં અવારનવાર ફસાઈ જાય છે. ત્યારે આ કોઝવેને ઉંચો કરવા અને નવો બનાવવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તંત્રની બેદરકારીને લઇને હજુ સુધી બનાવવામાં આવ્યો નથી. ત્યારે વાલીઓ દ્વારા અહીંયા ઉંચો પુલ તાત્કાલીક બનાવવા માટે માંગ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:- ખાદ્યતેલમાં 60 રૂપિયાનો વધારો ઝીંકાયો, જાણો સિંગતેલના એક ડબ્બાનો ભાવ કેટલો થયો


કેન્દ્રીય વિદ્યાલયના પ્રવેશ દ્વારા એવા કોઝવે અંગે તંત્રને સંપૂર્ણ માહિતી છે. પરંતુ કયા કારણોસર આ પુલ ઉંચો બનાવવામાં આવતો નથી તે મોટો પ્રશ્ન છે. કેન્દ્રીય વિદ્યાલયની આ સમસ્યાથી ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારી પણ જાણકાર છે. આ કોઝવે આજે પણ બન્યો નથી. જે તંત્રની ઘોર બેદરકારી સ્પષ્ટ જોવા મળે છે અને થોડા દિવસોમાં કામ શરૂ થઈ જશેનું ગાણું તંત્ર દ્વારા ગાવામાં આવી રહ્યું છે. ત્યારે કોઈ વિદ્યાર્થીનો જીવ જોખમમાં મુકાય તે પહેલાં પુલ ઉંચો બનાવવો જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube