ગુજરાતના ‘દાદા’ કેટલા રૂપિયાવાળા? ADR રિપોર્ટમાં થયો ખુલાસો, દેશના મુખ્યમંત્રીઓની સંપત્તિનો આવ્યો રિપોર્ટ
Richest Chief Minister : ભારતના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ? કોની પાસે ઓછામાં ઓછી સંપત્તિ છે ? નવા વર્ષની શરૂઆત પહેલા થયો ખુલાસો... આ લિસ્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેટલા ક્રમે આવે છે?
ADR Report : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ રૂ. 931 કરોડથી વધુની સંપત્તિ સાથે ભારતના સૌથી ધનિક મુખ્યમંત્રી છે, જ્યારે પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી માત્ર રૂ. 15 લાખની સંપત્તિ સાથે સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રી છે. સોમવારે જાહેર કરાયેલા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા છે. ત્યારે ગુજરાતીઓને એ જાણવામાં રસ છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ લિસ્ટમાં કેટલા ક્રમે છે. મોડેલ સ્ટેટ ગુજરાતના મુખ્યમંત્રીવધુ આવક મામલે દેશમાં છેક 15 માં ક્રમે આવે છે. એટલું જ નહિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કોઈ ગુનો નોંધાયેલો નથી.
બિન-લાભકારી અને બિન-રાજકીય સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા સોમવારે જારી કરાયેલા અહેવાલ મુજબ, ભારતના કુલ 31 મુખ્યમંત્રીઓ પાસે 1,630 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આમાં, આંધ્રના મુખ્યમંત્રી અને કેન્દ્રમાં સત્તારૂઢ NDA ગઠબંધનના ભાગીદાર નાયડુ મોખરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના દરેક મુખ્યમંત્રીની સરેરાશ સંપત્તિ 52.59 કરોડ રૂપિયા છે. જ્યારે 2023-2024 માટે ભારતની માથાદીઠ ચોખ્ખી રાષ્ટ્રીય આવક આશરે રૂ. 1,85,854 હતી. મુખ્યમંત્રીની સરેરાશ સ્વ-આવક 13,64,310 રૂપિયા છે, જે ભારતની સરેરાશ માથાદીઠ આવક કરતાં લગભગ 7.3 ગણી છે.
ગુજરાતના મુખ્યમંત્રીએ આપેલી માહિતી
દેશના વિવિધ રાજ્યના ૩૧ મુખ્યમંત્રીમાંથી 13 સામે ગુના નોંધાયેલા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂષન્દ્ર પટેલ કોઈ જ ગુનાઈત ઈતિહાસ ધરાવતા નથી. ૮.૨૨ કરોડની મિલકત ધરાવતા ગુજરાતના મુખ્યમંત્રી માથે ૧.૫૩ કરોડની જવાબદારી છે, તેમની શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા સુધીની છે. છેલ્લે ચૂંટણી સમયે રજૂ કરેલી એફિડેવિટ પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સેલ્ફ ઈન્કમ ૧૬.૭૯ લાખ છે.
ગુજરાતના વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે, જાન્યુઆરીમાં છે અંબાલાલની આગાહી
રિપોર્ટ અનુસાર અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ અમીર મુખ્યમંત્રીઓની યાદીમાં બીજા ક્રમે છે, જેમની પાસે 332 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા પાસે લગભગ 51 કરોડ રૂપિયાની સંપત્તિ છે. સૌથી અમીર મુખ્યમંત્રીઓની યાદીમાં તેઓ ત્રીજા સ્થાને છે.
ADRના રિપોર્ટ મુજબ જાણો કયા સીએમની કેટલી પ્રોપર્ટી છે
- નાગાલેન્ડના સીએમ નેફિયુ રિયોની કુલ સંપત્તિ 46 કરોડ રૂપિયા છે. તેની પર 8 લાખ રૂપિયાની જવાબદારી છે.
- મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ પાસે 42 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેની પર 8 કરોડ રૂપિયાની જવાબદારી છે.
- ઝારખંડના સીએમ હેમંત સોરેન પાસે 25 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તેમની પાસે 3 કરોડ રૂપિયાની જવાબદારી છે.
- આસામના સીએમ હેમંત બિસ્વા સરમા પાસે 17 કરોડ રૂપિયાની સંપત્તિ અને 3 કરોડ રૂપિયાની જવાબદારીઓ છે.
- મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ પાસે 13 કરોડ રૂપિયાની સંપત્તિ અને 62 લાખ રૂપિયાની જવાબદારીઓ છે.
- ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે 8 કરોડ રૂપિયાની સંપત્તિ અને 1 કરોડ રૂપિયાની જવાબદારીઓ છે.
- હિમાચલના સીએમ સુખવિંદર સુખુ પાસે 7 કરોડ રૂપિયાની સંપત્તિ અને 22 લાખ રૂપિયાની જવાબદારીઓ છે.
- હરિયાણાના સીએમ નાયબ સૈની પાસે 5 કરોડ રૂપિયાની સંપત્તિ અને 74 લાખ રૂપિયાની જવાબદારીઓ છે.
- ઉત્તરાખંડના સીએમ પાસે 4 કરોડ રૂપિયાની સંપત્તિ અને 47 લાખ રૂપિયાની જવાબદારીઓ છે.
- છત્તીસગઢના સીએમ વિષ્ણુ દેવ સાંઈ પાસે 3 કરોડ રૂપિયાની સંપત્તિ અને 65 લાખ રૂપિયાની જવાબદારીઓ છે.
- પંજાબના સીએમ ભગવંત માન પાસે 1 કરોડ રૂપિયાની સંપત્તિ અને 30 લાખ રૂપિયાની જવાબદારીઓ છે.
- બિહારના સીએમ નીતિશ કુમાર પાસે 1 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને જવાબદારીઓ શૂન્ય છે.
- યુપીના સીએમ યોગી આદિત્યનાથ પાસે 1 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને જવાબદારીઓ શૂન્ય છે.
- રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા પાસે 1 કરોડ રૂપિયાની સંપત્તિ અને 46 લાખ રૂપિયાની જવાબદારીઓ છે.
- દિલ્હીના સીએમ આતિશી પાસે 1 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને જવાબદારીઓ શૂન્ય છે.
તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 13 (42 ટકા) મુખ્યમંત્રીઓએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે, જ્યારે 10 (32 ટકા)એ ગંભીર ફોજદારી કેસો જાહેર કર્યા છે, જેમાં ખૂનનો પ્રયાસ, અપહરણ, લાંચ અને ફોજદારી ધાકધમકીનો સમાવેશ થાય છે. દેશના 31 મુખ્યમંત્રીઓમાં માત્ર બે જ મહિલા છે - પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશી.
ગુજરાતના 33 જિલ્લાના ખેડૂતોની જમીન માટે મહત્વના સમાચાર, આ અરજી કરવાની તારીખ લંબાવાઈ