અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે પડછાયાની જેમ રહેનાર ભારતીય મહિલા કોણ છે?
ભારતની મુલાકાત પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ભારતીય મુળની એક મહિલા પડછાયાની જેમ રહે છે
અમદાવાદ : ભારતની મુલાકાત પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ભારતીય મુળની એક મહિલા પડછાયાની જેમ રહે છે. આ મહિલાનું નામ રીતા બરનવાલ છે. રીતા અમેરિકામાં પરમાણુ ઉર્ઝા વિભાગનાં પ્રમુખ છે. તેમનો જન્મ બસ્તી જિલ્લાનાં કલવારી પોલીસ સ્ટેશન બહાદુરપુર ગામમાં થયો હતો. ગામમાં રહેતા સંબંધીઓએ અમેરિકન એમ્બેરીમાં રીતાને મળવા માટેની પરવાનગી માંગી છે. રીતાના ભત્રીજા ગૌરવ બરનવાલના અનુસાર વોશિંગ્ટનમાં રહેતા ચાચી માયાએ 18 ફેબ્રુઆરીએ ફોન કરીને રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં પ્રતિનિધિમંડળ સાથે રીટા આવી રહ્યા હોવાની માહિતી આપી હતી.
મેડિકલ ટેસ્ટનાં નામે સ્મીમેર હોસ્પિટલે મહિલાનાં તમામ વસ્ત્રો ઉતરાવડાવતા વિવાદ
હજી તે લોકોએ અમેરિકન એમ્બેસીમાં એપ્લાય કરીને મળવા માટેની પરવાનગી માંગી છે. જો પરવાનગી મળશે તો તે લોકો દિલ્હીમાં મળવા માટે જશે. મળતી માહિતી અનુસાર ટ્રમ્પની સાથે આવેલા ડેલિગેશનમાં ભારતીય મુળનાં અનેક લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરમાણુ ઉર્જા પ્રમુખ રીતા બરનવાલ પણ છે. રીતાનાં પિતા કૃષ્ણ ચન્દ્ર બરનવાલ ઘણા સમય પહેલા અમેરિકા ગયા અને ત્યાં જ વસી ગયા હતા. તેમની સાથે રીતા પણ ગયા અને પછી ત્યાં જ રહી ગયા હતા. રીતાએ એમઆઇટી તરફથી પદાર્થ વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે બીએ તથા મિશિગન યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે.
ઢોંગી પ્રશાંત ઉપાધ્યાયને પોલીસે ઝડપી પાડ્યો, જડબેસલાક આયોજન સાથે ભાગ્યો હતો
રીતાને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં પ્રસ્તાવ અંગે જૂન 2019ના રોજ પરમાણુ ઉર્ઝા વિભાગનાં પ્રમુખ પદ પર સેનેટે મહોર લગાવી ત્યાર બાદ તેમને જુલાઇમાં નિયુક્ત કરી દેવામાં આવ્યા. નિયુક્તિની માહિતી જ્યારે તેનાં પૈતૃક ગામમાં પહોંચ્યા તો લોકો ખુ બ જ ખુશ હતા. હવે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં ડેલિગેશનમાં સમાવિષ્ટ કરી તેનં પરિવારનાં લોકોને મળી તો તેમણે અમેરિકન એમ્બેસીને મળવાની પરવાનગી માંગી છે.
સુરત: એક જ્વેલરી શોપમાં 6 રાઉન્ડ ફાયરિંગ છતા એક પણ રૂપિયો ન લૂંટાયો !
રીતાનાં ભત્રીજા ગૌરવે જણાવ્યું કે, રીતાનો જન્મ અહીં બાદુરપુરમાં થયો હતો. જો કે પિતા કૃષ્ણચંદ્ર બરનવાલ તથા દાદી આરતી જન્મનાં થોડા મહિનાઓ બાદ જ રીતાને લઇને અમેરિકા જતા રહ્યા હતા. ત્યાર બાદ તેઓ ત્યાં જ સ્થાયી થઇ ગયા હતા. હવે પરમાણુ ઉર્ઝા પ્રમુખ નિયુક્ત થયા તો ત્યારે વાત થઇ હતી. તેમણે જણાવ્યું કે, લગભગ 10 વર્ષ પૂર્વે તેઓ ગામ આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube