અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શેઢી કેનાલ મારફતે અપાતા પાણીમાં ભેળસેળ થઈ હોવાની આશંકા સેવાઈ રહે છે. ત્યારે ખેડામાંથી પસાર થતી કેનાલના પાણીમાં કેમિકલ ઠલવાયું હોવાની આશંકાએ કેનાલ મારફતે રાસ્કા વીયરમાં ઠલવાતા પાણીનો પુરવઠો બંધ કરાયો છે. AMC અને GPCBએ પાણીના નમૂના લઈ ટેસ્ટ માટે મોકલ્યા છે. ટેસ્ટનો રિપોર્ટ આજે આવે એવી શક્યતા છે. રાસ્કા વીયરમાંથી અમદાવાદના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પાણી શુદ્ધ કરી અપાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે હાલ પૂર્વ અમદાવાદના 22 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર પાણી પુરવઠો છેલ્લા ત્રણ દિવસથી બંધ કરાયો છે. હાલ કોતરપુર વોટર વર્કસમાંથી આ વિસ્તારોને પાણી અપાઈ રહ્યું છે. પૂર્વ અમદાવાદને પાણી અપાઈ રહ્યું છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ પ્લાન્ટ ચાલુ કરવામાં આવશે. રાસ્કા વીયરમાંથી અમદાવાદના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પાણી શુદ્ધ કરી અપાય છે,  જો કે હાલ પૂર્વ અમદાવાદના 22 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર પાણી પુરવઠો છેલ્લા ત્રણ દિવસથી બંધ કરાયો છે. પાણીમાં ભેળસેળનું ઘટક અને લોકેશન નહિ મળે ત્યાં સુધી amc રાસ્કા પ્રોજેકટ મારફતે પાણી આપશે નહિ. અસરગ્રસ્ત વિસ્તારમાં કોતરપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે જ પાણી અપાતું રહેશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube