Surat News : સુરત શહેરના અડાજન વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. કેતન પરમાર નામના આરોપી, જે કિડ્સ નર્સરી ચલાવે છે, તેના પર પોતાની મહિલા મિત્રની નાબાલિક દીકરી સાથે બે વર્ષ સુધી દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીએ પીડિતાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવી અને બેલ્ટ વડે મારમારી તેના પર આ અત્યાચાર આચર્યો હતો. સમગ્ર બનાવમાં અડાજણ પોલીસે ગુનો નોંધી આરોપીની અટકયત પોલીસે કરી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીડિતાની માતાનું જીવન આઘાતજનક હતું. છૂટાછેડા પછી તે પોતાના જીવનમાં સ્થિરતા લાવવા માટે સતત પ્રયત્નશીલ રહી હતી. મહિલાએ ફરી લગ્ન કર્યા જોકે તેના બીજા પતિને ગુનામાં સજા થતાં તેને લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો. આ મુશ્કેલ સમય દરમિયાન માતા મનોસામર્થ્ય જણાવી પોતાનાં દીકરી માટે જીવન ચલાવતી હતી. માતાના પતિના મિત્ર તરીકે ઓળખાતા કેતન પરમાર આ સંજોગોમાં અવારનવાર તેના ઘરે આવતો. તે કુટુંબ સાથે નજીકની સંબંધિત ભૂમિકા ભજવી રહ્યો હતો, જે બાદમાં તેના માટે પીડિતાના ભયનો ફાયદો ઉઠાવાનું એક માધ્યમ બની ગયું.


જ્યારે પીડિતા ઘરમાં એકલી હોય ત્યારે અવારનવાર તેના ઘરમાં આવી જતો હતો. એકવાર આરોપી પીડિતાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવી શારીરિક સંબંધ બાંધવા માટે પ્રયાસ કર્યો હતો, જ્યારે તેનો વિરોધ પીડિતાએ કર્યો હતો. 


ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર


ત્યારે આરોપીએ બેલ્ટ વડે તેને માર માર્યો અને દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં વારંવાર ધમકી આપી તેમની સાથે દુષ્કર્મ આચાર્યું હતું. બે વર્ષથી તે આ પીડાથી પસાર થઈ રહી હતી. આખરે બે વર્ષ બાદ પીડિતાએ થાય આ અંગે માતાને જાણ કરી. અવારનવાર આ ઘટનાથી ત્રાસી ગયેલી પીડીતાએ પોતાની ઉપર ગુજારવામાં આવેલા તમામ ત્રાસ અંગેની વાત માતા સાથે કરી. આખરે માતાએ પણ હિંમત બતાવીને દીકરી સાથે પોલીસ સ્ટેશન પહોંચી. 


ગુજરાતના 33 જિલ્લાના ખેડૂતોની જમીન માટે મહત્વના સમાચાર, આ અરજી કરવાની તારીખ લંબાવાઈ