Gujarat Police હિતલ પારેખ/ગાંધીનગર : રાજ્યમાં નવા મુખ્ય સચિવ અને રાજ્યના નવા પોલીસવાળા 31 મી જાન્યુઆરીએ મળશે. લાંબા સમય બાદ એક સાથે બંને મહત્વના હોદ્દા ઉપર નવા ચહેરા સામે આવશે. ત્યારે આ વચ્ચે ગુજરાત સિનિયર અધિકારીઓને સુપર સીટ કરવાની પરંપરા જાળવી રાખવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્ય સચિવ પદ માટે વિપુલ મિત્રા અને રાજ્યના નવા પોલીસવાળા માટે સંજય શ્રીવાસ્તવ સૌથી સિનિયર છે. જોકે બંનેને સુપર સીટ કરીને તેમના પછીના વ્યક્તિનો નંબર લાગે તેવી સંભાવના પ્રબળ છે. હાલ રાજ્યના બે ઉચ્ચ પદો પર નવી નિમણૂંકને લઈને કવાયત તેજ બની છે. ગાંધીનગરમાં રાજ્યના નવા ડિજીપી અને મુખ્ય સચિવના નામોને લઈ ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેથી જલ્દી જ આ નામોની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. 



રાજ્યના ડીજીપી આશિષ ભાટીયા અને મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. નવા ડીજીપી તરીકે સંજય શ્રિવાસ્તવ, અતુલ કરવાલ, પ્રવીણ સિન્હા, વિકાસ સહાય, અજય તોમર તથા અનિલ પ્રથમના નામની ચર્ચા ચાલી રહી છે. જાન્યુઆરી માસના અંતમાં આશિષ ભાટીયાનો પણ કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલા આશિષ ભાટીયાને છ માસનું એક્સટેન્શન અપાયું હતું. ત્યારે હવે નવા ડીજીપીની નિમણૂંક કરવાનો સમય આવી ગયો છે. 



ગુજરાતના નવા ડીજીપીના ત્રણ નામોની યાદી કેન્દ્રમાં ગુજરાત તરફથી મોકલવામાં આવશે. જ્યારે મુખ્ય સચિવ પંકજ કુમારને અપાયેલ એક્સટેન્શન પણ જાન્યુઆરી માસના અંતે પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે નવા મુખ્ય સચિવ સંદર્ભે પણ નામો ચર્ચામાં છે. ગૃહ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ કુમારનું નામ હાલ આ રેસમાં મોખરે છે. કેન્દ્રમા રહેલા એસ અપર્ણા તથા બીબી સ્વેઈનના નામોની પણ ચર્ચા ચાલી રહી છે. તો કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી પણ ચર્ચામાં છે. આ ઉપરાંત પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાના નામની પણ ચર્ચા ઉઠી છે. જોકે, ગમે તેટલા નામ ચર્ચાય, આખરી નામ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અંતિમ મોહર મારશે.