Gujarat Congress New President: કોંગ્રેસના ગુજરાત એકમના નવા પ્રમુખની નિમણૂક માટે ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પાંચ વરિષ્ઠ નેતાઓ દિલ્હીમાં હાજર છે. માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી ટૂંક સમયમાં નવા અધ્યક્ષની જાહેરાત કરી શકે છે. આ સાથે રાજ્યના નવા પ્રભારીનું નામ પણ સામે આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્ટએટેક આવવાનું કારણ કોરોના વેક્સીન છે? જાણીતા તબીબે કર્યો આ અંગે મોટો ખુલાસો


આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ગુજરાતના નવા પ્રભારી અને રાજ્યના પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવા માટે ચર્ચા શરૂ કરી છે. અહીંથી ટોચના નેતાઓ કેન્દ્રીય નેતૃત્વને મળવા દિલ્હી પહોંચ્યા છે. કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની અત્યાર સુધીની સૌથી ખરાબ હાર બાદ રાજીનામું આપ્યું હતું, કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં 182માંથી માત્ર 17 બેઠકો જીતી હતી. હાર બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ રાજીનામું આપવાની ઓફર કરી હતી.


 ગુજરાત માટે આગામી 36 કલાક મહત્વના, વાવાઝોડું બનશે વધુ ખતરનાક, જાણો ક્યાં થશે અસર!


દિલ્હીમાં પાંચ નેતાઓ હાજર
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે ગુજરાતના કોંગ્રેસના ટોચના નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. જેમાં અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા, શૈલેષ પરમાર, સિદ્ધાર્થ પટેલ અને દીપક બાબરિયાનો સમાવેશ થાય છે. પાર્ટીના નવા રાજ્ય પ્રભારી અને અધ્યક્ષની નિમણૂક કરવા માટે રાજ્યના ટોચના નેતાઓ અને કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે દિલ્હીમાં ચર્ચાઓ ચાલી રહી છે. પ્રદેશ એકમના પ્રમુખ પદના ટોચના દાવેદારોમાં દિપક બાબરિયા અને પરેશ ધાનાણી છે. તેમણે કહ્યું કે પાર્ટી પહેલા રાજ્ય પ્રભારી અને બાદમાં રાજ્યના પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરશે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) એ 182 સભ્યોની વિધાનસભામાં રેકોર્ડ 156 બેઠકો સાથે સત્તા જાળવી રાખી હતી.


OTTના સૌથી વધુ કમાણી કરનારા એક્ટર્સ, ફી જાણીને તમારા પણ હોંશ ઉડી જશે!


લોકસભાએ ચૂંટણી પરીક્ષા
જો કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં નેતૃત્વમાં ફેરફાર કરે છે તો નવ મહિના પછી યોજાનારી લોકસભાની ચૂંટણી એ અધ્યક્ષની પહેલી પરીક્ષા હશે. રાજ્યમાં પાર્ટી પાસે એક પણ લોકસભા સીટ નથી. આવી સ્થિતિમાં પાર્ટી સામે મોટો પડકાર એ છે કે તે લોકસભામાં પોતાનું ખાતું કેવી રીતે ખોલશે? 2014 અને 2019ની લોકસભા ચૂંટણી બાદ ભાજપ ત્રીજી વખત પણ ક્લીન સ્વીપ કરવાની તૈયારી કરી રહ્યું છે. નવા અધ્યક્ષ અને પ્રભારીની જાહેરાત બાદ કોંગ્રેસ લોકસભાની તૈયારીઓને વેગ આપે તેવી ધારણા છે.


તમારા ફોનમા આ 10 એપ્સ તો નથીને ? તુરંત જ કરી દેજો Delete બાકી એકાઉન્ટ થઈ જશે ખાલી