ગાંધીનગર : ગુજરાતમાં સીનિયર અધિકારીઓની નિવૃતીના કારણે સરકારમાં મોટા અનુભવી અધિકારીઓની ઘટ પડશે. પહેલાથી જ અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલી ગુજરાત પોલીસ માટે વધારે એક અધિકારીઓની ઘટનું સંકટ પેદા થયું છે. રાજ્યના સંચાલનમાં પણ સરકાર સામે ખુબ મોટો પડકાર છે, ત્યારે સરકાર પોતાનાં વિશ્વાસુ અધિકારીઓને મહત્વના પદ પર બેસાડે તેવી શક્યતા છે. ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝા, મુખ્ય સચિવ સહિતનાં અધિકારીઓ નિવૃતીના આરે પહોંચી ચુક્યા છે. તેવામાં પોલીસ વડાને એક્સટેન્શન મળે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાહ...યુવતીઓએ આત્મરક્ષણ માટે વનસ્પતિઓમાંથી બનાવ્યાં ઘાતક હથિયારો, જાણીને દંગ રહેશો
ખંભાત હિંસા અને અમદાવાદનાં શાહઆલમ વિસ્તારમાં સીએએનો વિરોધ તથા વડોદરામાં થયેલા છમકલાઓ દરમિયાન પોલીસ પાંગળી સાબિત થઇ છે. પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ઉપરાંત કેન્દ્રમાં પણ અધિકારીઓ અને નેતૃત્વ વચ્ચેના ખટરાગના સમાચાર છે. તેવામાં કેટલા અધિકારીઓને એક્સટેન્શન મળે છે તે તો જોવું રહ્યું. તેવામાં આશીષ ભાટીયાને ડીજીપી બનાવવામાં આવે તેવી પુરી શક્યતાઓ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ અમદાવાદ કમિશ્નર તરીકે આશીષ ભાટીયા ફરજ બજાવી રહ્યા છે.


રાજકોટ: જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી 'અંબા'ને મળવા પહોંચ્યા પોલીસ કમિશનર, કહ્યું-'વ્હાલી અંબા...'
જો કે હાલમાં જ જે પ્રકારે રાકેશ અસ્થાનાને ક્લિનચીટ મળી ચકી છે. જે પ્રકારે સરકારે સીબીઆઇ પ્રકરણમાં પણ મૌન સેવીને પરોક્ષ રીતે અસ્થાનાનુ સમર્થન કર્યું તે જોતા તેઓ સરકારની વધારે નજીક હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેવામાં તેમને પણ ગુજરાતની કમાન સોંપવામાં આવે તો નવાઇ નહી. તેવી ચર્ચા સુત્રો વચ્ચે ચાલી રહી છે. જેથી ડેપ્યુટેશન પર કેન્દ્રમાં રહેલા રાકેશ અસ્થાનાને ફરી ગુજરાતમાં પરત મોકલીને ગુજરાત પોલીસની કમાન તેમને સોંપવામા આવી શકે છે. જો કે હાલ તો આ તમામ મુદ્દા જો અને તો પર છે. સરકાર શં પગલા ઉઠાવે છે તેતો જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube