ગુજરાતમાં કોને ટિકિટ મળવાની સંભાવના ઓછી : જાણો કોની ટિકિટ થઈ પાકી, માત્ર જાહેરાત બાકી!
ભારતીય જનતા પાર્ટી જલ્દી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. આ યાદી માટે ઘણા નામોની ચર્ચા થઈ રહી છે. ગુજરાતમાંથી કોને ટિકિટ મળશે તેની પણ ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે કોને ટિકિટ મળી શકે તેમાં કેટલાક નામ સામે આવ્યા છે.
અમદાવાદઃ લોકસભા ચૂંટણીના ઢોલ વાગવાની તૈયારીમાં છે. રાજકીય પાર્ટીઓએ પોત પોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ભાજપ ફરી 26માંથી 26 બેઠક જીતવા માંગે છે તે માટે ખાસ રણનીતિ બનાવી છે. ગુજરાતમાં મોટા પાયે નવાજૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. 20 દિગ્ગજ સાંસદના પત્તા કપાઈ શકે છે. ત્યારે કોનું કપાશે પત્તુ?, શું બનાવી છે ગુજરાતમાં ભાજપે ખાસ રણનીતિ?...જુઓ આ ખાસ અહેવાલમાં..
ભાજપની પહેલી યાદી કોઈ પણ સમયે જાહેર થઈ શકે છે. પરંતુ તે પહેલા અનેક નામ ચર્ચામાં આવી ગયા છે. આ એવા નામો છે જે લગભગ નક્કી જ માનવામાં આવી રહ્યા છે. ભાજપના પાર્લામેન્ટરી બોર્ડે તે નામ પર અંતિમ મહોર પણ મારી દીધી છે. માત્ર જાહેરાત જ બાકી છે. ગુજરાતની સીટ પર એવા એવા નામ આવશે કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય...તો એવા પણ નામ છે જેઓ 2019માં ચૂંટણી લડ્યા હતા અને 2024માં ફરી એકવાર ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે. જો કે અનેક સાંસદના આ વખતે પત્તા કપાવવાના પણ નક્કી માનવામાં આવી રહ્યું છે.
ગુજરાતની 26 સીટમાંથી ભાજપની પહેલી યાદીમાં 10 નામની જાહેરાત થઈ શકે છે. જેના નામ નક્કી છે તેવા ઉમેદવારની વાત કરીએ તો, ગાંધીનગર લોકસભા બેઠકથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે. તો 2019માં દેશમાં સૌથી વધુ લીડથી જીતેલા સી.આર.પાટીલનું નામ નવસારીથી નક્કી મનાઈ રહ્યું છે. આ બન્ને બેઠકની જાહેરાત પહેલી યાદીમાં થઈ શકે છે.
આ પણ વાંચોઃ ગામડાઓમાં પણ ચકાચક બની જશે રોડ : ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, 1563 કરોડ મંજૂર
લોકસભાના કયા દાવેદાર બનશે ઉમેદવાર?
કયા દિગ્ગજનું નામ કપાવવું છે નક્કી?
કયા વરિષ્ઠ નેતા લોકસભાની લડાઈમાં ઉતરશે?
કઈ બેઠક બનવા જઈ રહી છે હોટફેવરિટ?
ક્યાં આવી રહ્યું છે સૌથી સરપ્રાઈઝ નામ?
પહેલા લિસ્ટમાં જ કોને લાગશે લોકસભાની લોટરી
આ સિવાય એવા ઘણા ઉમેદવાર હશે જે એકદમ સરપ્રાઈઝ હશે. જો સંભવિત ઉમેદવારોની વાત કરીએ તો, વડોદરાથી વિદેશ મંત્રી એસ.જયશંકર ચૂંટણી લડી શકે છે. આ નામ સૌ માટે સરપ્રાઈઝ હશે. જો કે જયશંકર ગુજરાતથી જ રાજ્યસભાના સાંસદ છે. પરંતુ આ વખતે ભાજપ તેમને લોકસભામાં લડાવવા માટે જઈ રહ્યું છે. આ સિવાય ભાવનગરથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, જામનગરથી પૂનમ માડમ, રાજકોટથી પરશોત્તમ રૂપાલાનું નામ જાહેર થઈ શકે છે. તો રાજકોટથી જાણિતા વકીલ જયંતિ ફળદુનું નામ પણ રેસમાં છે...રાજકોટથી અન્ય નામ પણ રેસમાં છે જેમાં, ભરત બોઘરા, દીપિકા સરડવાનું નામ પણ ચર્ચામાં છે...
કયા છે સંભવિત ઉમેદવાર?
જામનગરથી પૂનમ માડમ, રાજકોટથી પરશોત્તમ રૂપાલા
રાજકોટથી જયંતિ ફળદુ, ભરત બોઘરા, દીપિકા સરડવા
આ પણ વાંચોઃ રૂપાણી, નીતિન પટેલ અને માંડવિયા : ગુજરાતમાં ભાજપ ચાન્સ આપશે કે ખાલી પતંગ ચગાવશે
સૌથી મોટા નામમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીનું પણ નામ હાલ લોકસભા લડવા માટે સૌથી આગળ ચાલી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી વિજય રૂપાણી લોકસભાના રણમાં ઉતરી શકે છે. રૂપાણી પોરબંદરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે. જ્યારે નીતિન પટેલ પોતાના ગૃહ જિલ્લા મહેસાણાથી મેદાનમાં ઉતરે તેવી શક્યતાઓ છે. વર્ષ 2004માં નીતિન પટેલ મહેસાણાથી લોકસભા લડ્યા હતા. પરંતુ કોંગ્રેસના જીવાભાઈ પટેલ સામે હારી ગયા હતા. નીતિન પટેલની સાથે મહેસાણાથી પૂર્વ ગૃહરાજ્યમંત્રી રજની પટેલનું નામ પણ સૌથી ચર્ચામાં ચાલી રહ્યું છે. પાટીદાર બહૂમતિવાળી આ બેઠક પર ભાજપ 84 કડવા પાટીદાર સમાજના રજની પટેલને ઉતારે તો નવાઈ નહીં. જો કે હાલ કંઈ પણ કહેવું ઉતાવળું છે. તો કચ્છની અનામત બેઠકથી ફરી એકવાર વિનોદ ચાવડાનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે.
કયા છે સંભવિત ઉમેદવાર?
પોરબંદરથી વિજય રૂપાણી
મહેસાણાથી નીતિન પટેલ
નીતિન પટેલને મળશે ટિકિટ
2004માં નીતિન પટેલ મહેસાણાથી લોકસભા લડ્યા હતા. કોંગ્રેસના જીવાભાઈ પટેલ સામે હારી ગયા હતા.
કયા છે સંભવિત ઉમેદવાર?
મહેસાણાથી રજની પટેલ
કયા છે સંભવિત ઉમેદવાર?
કચ્છથી વિનોદ ચાવડા
તો જે વર્તમાન સાંસદના નામ કપાઈ શકે છે તેમાં, મહેસાણાથી શારદાબેન પટેલ, પાટણથી ભરતસિંહ ડાભી, બનાસકાંઠાથી પરબત પટેલ, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ, રાજકોટથી મોહન કુંડારિયા, અમદાવાદ પશ્ચિમથી કિરીટ સોલંકી, છોટાઉદેપુરથી ગીતા રાઠવા, અમરેલીથી નારણ કાછડિયા, આણંદથી મિતેષ પટેલ, વડોદરાથી રંજન ભટ્ટ, વલસાડથી કે.સી.પટેલ, બારડોલીથી પ્રભુ વસાવા અને સુરતથી દર્શના જરદોષનો સમાવેશ થાય છે. જો કે પાર્ટીને લાગે અને જરૂરિયાત હોય તો આ સાંસદો પણ અંતિમ ઘડીએ રિપિટ કરી શકે છે. ભાજપ ક્યારે શું કરે તેની કોઈને પણ જાણ હોતી નથી. અંતિમ ઘડીએ ભાજપ કોથળામાંથી બિલાડુ કાઢવા માટે જાણિતું છે.
આ પણ વાંચોઃ ચૈતરનો ખેલ બગડ્યો : ગુજરાતમાં ભાજપે ખેલ્યો મોટો દાવ, દિલ્હી કેજરીવાલ સુધી લાગશે મરચા
કોને ટિકિટ મળવાની સંભાવના ઓછી?
મહેસાણાથી શારદાબેન પટેલ
પાટણથી ભરતસિંહ ડાભી
બનાસકાંઠાથી પરબત પટેલ
સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ
રાજકોટથી મોહન કુંડારિયા
અમદાવાદ પશ્ચિમથી કિરીટ સોલંકી
છોટાઉદેપુરથી ગીતા રાઠવા
અમરેલીથી નારણ કાછડિયા
આણંદથી મિતેષ પટેલ
વડોદરાથી રંજન ભટ્ટ
વલસાડથી કે.સી.પટેલ
બારડોલીથી પ્રભુ વસાવા
સુરતથી દર્શના જરદોષ
ખુબ ટૂંકા સમયમાં ભાજપની યાદી જાહેર થવાની સંભાવના છે. આ યાદીમાં કયા દાવેદાર ઉમેદવાર બને છે અને કયા સાંસદ પૂર્વ સાંસદ બની જશે તેની આતુરતા સૌ કોઈને છે. ત્યારે જોવાનું રહેશે કે 2024માં ભાજપના ચિરાગમાંથી કયો જીન નીકળે છે?