હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યસભાની ગુજરાતમાં ખાલી પડેલી બેઠકો ઉપર આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો આજે પોતાની ઉમેદવારી વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલની ચેમ્બરમાં નોંધાવશે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ જીત માટે તૈયારી કરી છે. ભાજપે પોતાના બે ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ હજુ પોતાના પત્તા ખોલ્યા નથી. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા બંને બેઠકોની ચૂંટણી એક સાથે કરવાને લઇને કરેલી અરજી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. જેને લઇને રાજકારણ ગરમાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- રાજ્યમાં વહેલી સવારથી વરસાદ, રાપરમાં 1થી 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ


લોકસભા ચૂંટણી 2019માં સાંસદ તરીકે ચૂંટાયા બાદ અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ ગુજરાતમાં રાજ્યસભાના સાંસદ પદથી રાજીનામું આપ્યું હતું. ત્યારે ગુજરાતમાં રાજ્યસભાની આ બંને બેઠકો ખાલી પડી હોવાથી તેના ચૂંટણી યોજાશે. જેને લઇને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર ચૂંટણી જંગ છેડાઇ ગયો છે. તો આ જંગ માટે ભાજપ તરફથી તેમના બે ઉમેદવારોના નામની જાહેરતા કરી દેવામાં આવી છે. જેમાં ઉમેદવાર તરીકે વિદેશ મંત્રી એસ જયશંકર અને બક્ષીપંચના નેતા જુગલજી ઠાકોરના નામની જાહેરાત કરી છે.


વધુમાં વાંચો:- મુંબઇ કસ્ટમે 3000 કરોડના હિરા સીઝ કર્યા, કંપનીઓનો દાવો- અમારી પાસે કાયદેસરના કાગળો


ભાજપના આ બંને ઉમેદવાર રાજ્યસભા ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરશે. પરંતુ ફોર્મ ભરતા પહેલા બંને ઉમેદવારો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરશે. ત્યારબાદ આ બંને ઉમેદવારો વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલની ચેમ્બરમાં ઉમેદવારી નોંધાવશે. તો આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહીત મંત્રીમંડળ અને પાર્ટીના હોદ્દેદારો હાજરી આપશે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા રાજ્યસભા ચૂંટણીને લઇને તેમના ઉમેદવારોના નામનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી.


વધુમાં વાંચો:- ગુજરાત રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર જાહેર, જાણો કોણ છે ‘એસ જયશંકર’


જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુજરાતના રાજ્યસભાની બંને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી હાઇકમાન્ડ દ્વારા કરવામાં આવશે. જેને લઇને 11:30 વાગ્યે વિધાનસભા કોંગ્રેસ પક્ષની બેઠક વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની ચેમ્બરમાં યોજાશે. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.


વધુમાં વાંચો:- ગુજરાત રાજ્યસભાની બે સીટ માટે ભાજપે આ ઉમેદવારના નામ કર્યા જાહેર


અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા બંને બેઠકોની ચૂંઠણી એક સાથે કરવાને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો ઉપર ધારાસભ્યોને બે મત આપવાની ફોર્મ્યુલા પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થવાની છે. ત્યારે સુપ્રીમ કોર્ટની આ સુનાવણી પર સૌની નજર મંડાયેલી રહેશે અને સુપ્રીમ કોર્ટના આજના જજમેન્ટ ઉપર ગુજરાતની રાજ્યસભાની ખાલી પડેલી બેઠકોના પરિણામનો મોટો મદાર રહેશે.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...