અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષો ઉમેદવારોનાં નામ જાહેર કરી રહ્યા છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સિતારા શું કહી રહ્યા છે, રાજકીય પક્ષોનું જ્યોતિષશાસ્ત્ર અને અંક ગણિત શું કહી રહ્યું છે. ક્યાં પક્ષની સરકાર બનશે. એ અંગે જ્યારે જ્યોતિષાચાર્ય કાર્તિક રાવલ સાથે વાત કરવામાં આવી હતી અને કોના સિતારા છે બુલંદ એ અંગે જાણકારી મેળવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષાચાર્ય કાર્તિક રાવલે ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે, ભાજપ, કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીની કુંડળી અને 8 ડિસેમ્બરે પરિણામના દિવસે જે ગ્રહદશા જોવા મળી રહી છે એ મુજબ તમામ પક્ષો દ્વારા કરાઈ રહેલા જીતના દાવા ખોટા સાબિત થશે. જો કે ગ્રહોની ચાલ મુજબ ભાજપ ફરી એકવાર સરકાર બનાવવામાં સફળ રહેશે. 


આ સાથે કાર્તિક રાવલે કહ્યું કે, ગ્રહદશા મુજબ ભાજપ 110 જેટલી બેઠક મેળવી શકશે, કોંગ્રેસ 60 બેઠક જ્યારે આમ આદમી પાર્ટી પણ 10 જેટલી બેઠક જીતવામાં સફળ રહેશે. કાર્તિક રાવલે કહ્યું કે, મોદીજીની કુંડળી જોતા ભાજપને જીતવામાં મુશ્કેલી નહીં થાય પણ જે દાવાઓ ભાજપ કરી રહ્યું છે એ મુજબની લીડ મેળવી મુશ્કેલ બનશે. 


જાણીએ જ્યોતિષશાસ્ત્ર કયા આધાર પર કરી રહ્યું છે આ દાવા...


ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી 150 બેઠક જીતવાનો દાવો, તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પોતે સરકાર બનાવી રહ્યાનો દાવો કરી રહ્યા છે. બીજી તરફ અત્યાર સુધીમાં જે ઓપીનિયન પોલ સામે આવી રહ્યા છે, એ મુજબ ભાજપ 130 - 135 બેઠક, કોંગ્રેસ 35 - 40 બેઠક તો પહેલીવાર ગુજરાતમાં એડી ચોટીનું જોર લગાવી મેદાને આવેલી આમ આદમી પાર્ટી ખાતું ખોલશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. 


હવે જ્યોતિષશાસ્ત્ર મુજબ થઈ રહેલા દાવા કેટલા સાચા સાબિત થશે એના માટે 8 ડિસેમ્બરના રોજ જાહેર થનાર વિધાનસભા ચૂંટણીના પરિણામની રાહ જોવી રહી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube