ગૌરવ પટેલ/અમદાવાદ :ચૂંટણી આવતા જ દરેક પાર્ટી સક્રિય બની જાય છે, અને અલગ અલગ સમાજના લોકોને રીઝવવામાં લાગી જાય છે. પણ હાલ ગુજરાતમા રાજકીય પાર્ટીઓનું એકમાત્ર ફોકસ આદિવાસી સમાજ હોય તેવુ દેખાઈ રહ્યુ છે. આદિવાસી મતો અંકે કરવા રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. ભાજપ, AAP બાદ કોંગ્રેસનું આદિવાસી વિસ્તારમાં સંમેલન યોજાવા જઈ રહ્યુ છે. જ્યાં પીએમ મોદી અને અરવિંદ કેજરીવાલ બાદ હવે રાહુલ ગાંધી આદિવાસી વિસ્તારમાં સંમેલન સંબોધશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભાની 182 માંથી 27 બેઠકો આદિવાસી માટે અનામત છે. તેમજ 40 વિધાનસભા બેઠકો પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે BTP સાથે ગઠબંધન કર્યુ હતું. 2022 ની ચૂંટણીમાં BTP એ આપ સાથે ગઠબંધન કર્યુ છે. તો વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય પાર્ટીઓ આદિવાસી વિસ્તારમાં ફરી સક્રિય થઈ છે અને રાહુલ ગાંધી દાહોદમાં સત્યાગ્રહ સભાને સંબોધન કરવા જઈ રહ્યા છે. જેમાં દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા અરવલ્લી અને છોટાઉદેપુર, ભરૂચ અને તાપી જિલ્લાના આદિવાસીઓ સંમેલનમાં હાજરી આપશે. 


આ પણ વાંચો : ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરીયા પર થયો હુમલો, ઈજાગ્રસ્ત સિંગરને હોસ્પિટલ લઈ જવાઈ  


આદિવાસી મતદાર ધરાવતી 40 બેઠકો પૈકી 27 બેઠકો આદિવાસી માટે અનામત છે. જેમાં 27 બેઠક પૈકી 12 બેઠક કોંગ્રેસ પાસે છે. 13 ભાજપ પાસે અને 2 બીટીપીની છે. બીટીપી સાથે વર્ષ 2017 ની વિધાનસભાની ચુંટણી સમયે કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું. ત્યારે બાકીની 13 બેઠકો પર આદિવાસી મત નિર્ણાયક સાબિત થશે. 


વિધાનસભામાં વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ રાહુલ ગાંધીના સંમેલન વિશે કહ્યુ કે, કોંગ્રેસ શાસનમાં આદિવાસી સમાજને આપ્યું હતું, પરંતુ ભાજપ સરકારે આદિવાસ સમાજ પાસે લઇ લીધું. આદિવાસ સમાજના પ્રશ્નો લઇ દરેક જિલ્લામાં સત્યાગ્રહ કરશે. જળ, જમીન અને જંગલ મુદ્દે સત્યાગ્રહ કરશે. આદિવાસી સમાજ આજે જાગૃત થયો છે. તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટ મોકુફ રાખવાની ફરજ પડી છે. રાહુલ ગાંધી દાહોદથી ચૂંટણીનું રણશીંગુ ફૂંકશે. દાહોદ ઐતિહાસિક ધરા છે, અહીંથી ચૂંટણીની શરૂઆત થશે. 


આ પણ વાંચો : 


વસ્તી વધારવા જૈન સમાજનું નોખુ અભિયાન, બીજા-ત્રીજા સંતાનના જન્મ બાદ સમાજ 18 વર્ષ સુધી આપશે રૂપિયા