Gujarat Elections 2022 :ભાજપે વઢવાણ બેઠક પરથી જિજ્ઞા પંડ્યાને ટિકિટની જાહેરાત કરી હતી. પરંતુ ટિકિટ આપ્યાના ચાર દિવસમાં જ સમીકરણો બદલાઈ ગયા છે. જિજ્ઞા પંડ્યાએ ઉમેદવારી પરત ખેંચવા પાર્ટીને પત્ર લખ્યો છે. જિજ્ઞા પંડ્યા ભાજપના વઢવાણના ઉમેદવાર છે. જોકે, કહેવાય છે કે, પાર્ટી દ્વારા જ ઉમેદવાર બદલવાની કવાયત હાથ ધરાઈ છે. કહેવાય છે કે, રણનીતિપૂર્વક ભાજપે આ પગલુ ભર્યું છે. અહીં જાતિકરણ સમીકરણને પગલે ઉમેદવાર બદલવાનું નક્કી કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉમેદવારી બદલવા જિજ્ઞા પંડ્યા કમલમ પહોંચ્યા
ભાજપમાં વઢવાણ બેઠક પર ઉમેદવાર બદલવાની કવાયત ચાલી રહી છે. આ માટે ભાજપના વઢવાણના ઉમેદવાર જિજ્ઞા પંડ્યા કમલમ પહોંચ્યા છે. જિજ્ઞા પંચાલે કહ્યું કે, આજે પક્ષ જે નિર્ણય કરે તે યોગ્ય છે. પક્ષ દ્વારા જ મારું નામ આપ્યું છે, તે કહેશે એમ કરીશું. પક્ષ કહેશે કે દાવેદારી કરો તો કરીશ, અન્યથા દાવેદારી પરત ખેંચીશ. 


ભાજપ કેમ બદલવા માંગે છે ઉમેદવાર 
વઢવાણ બેઠક પર ભાજપ નવો ઉમેદવાર ઉભો કરવા માંગે છે. સમીકરણો બાદ ફરીથી નવો ચહેરા વઢવાણ બેઠક પર આવી શકે છે. ભાજપે અહીં તદ્દન નવો ચહેરો જિજ્ઞા પંડ્યાને ટિકિટ આપી હતી. ત્યારે તેમને ટિકિટ અપાતા વિવાદ શરૂ થયો છે. સ્થાનિક સ્તરે વિરોધના સૂર ઉઠ્યા છે. આજે અમિત શાહ પણ ગુજરાતમાં છે ત્યારે તેમની સાથે ચર્ચા બાદ નવા ઉમેદવારની જાહેરાત થઈ શકે છે. 



વઢવાણ બેઠક ભાજપનો ગઢ ગણાય છે, તે ભાજપની સેફ બેઠક છે, અહી લડનારને ટિકિટ આપે તો તે ઉમેદવાર જીતે છે. જિજ્ઞા પંડ્યાને બદલે જિલ્લા પ્રમુખ જગદીશ મકવાણાને ટિકિટ અપાઈ શકે છે. માત્ર સત્તાવાર જાહેરાત બાકી હોવાનું કહેવાય છે, બાકી નિર્ણય લેવાઈ ચૂક્યો છે. જગદીશ મકવાણાનું નામ પણ પાર્લામેન્ટરી બોર્ડમા ચર્ચામાં હતું. કારણ કે, જગદીશ મકવાણા સથવારા સમાજમાંથી આવે છે, અને ભાજપે આ સમાજમાંથી કોઈને ટિકિટ આપી નથી. તેથી આ સમાજને સાચવવા તેમને ટિકિટ આપવી જરૂરી છે. તેથી હાલ વિરોધને જોતા જો અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ અપાય તો ભાજપને હારનો સામનો કરવો પડી શકે છે


સૂત્રો મુજબ કહેવાય છે કે, જિજ્ઞા પંડ્યાને ઉમેદવારી પરત લેવા માટે મનાવી લેવામાં આવ્યા છે. તેઓ પાછો ખેંચે એટલે નવા ઉમેદવાર જાહેર કરવામાં આવશે. રણનીતિપૂર્વક ભાજપે આ પગલુ ભર્યું છે. ભલે વાત જિજ્ઞા પંડ્યાએ ઉમેદવારી ખેંચી હોય તેવું કહેવાતુ હોય. અમિત શાહ બેઠકો બાદ અપક્ષને મનાવવા બાદ પ્રચારની રણનીતિ પર કામ કરશે.