ગુજરાતીઓને ફટકો! હવે કેનેડા ફરવા પણ નહીં જઈ શકાય? જાણો કેમ ટૂરિસ્ટ વિઝા પર લાગ્યો પ્રતિબંધ
કેનેડા સરકારે મલ્ટીપલ એન્ટ્રી વિઝા પર પોતાની નીતિમાં મોટો ફેરફાર કરતા 10 વર્ષના પર્યટક વિઝા આપવાનું બંધ કરી દીધું છે. જેના કારણે સૌથી મોટો ફટકો ગુજરાતીઓ અને ભારતીયોને પડવાનો છે, કારણ કે સૌથી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ આ દેશમાં જાય છે.
Canada Tourist Visa: કોઈ તમને કહે કે હવે કેનેડા ફરવા પણ નહીં જઈ શકાય? તો તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ શું તમને ખબર છે કે કેનેડા સરકારે કેમ ટૂરિસ્ટ વિઝા પર કેમ પ્રતિબંધ લગાવી દીધો? કેનેડા સરકારે મલ્ટીપલ એન્ટ્રી વિઝા પર પોતાની નીતિમાં મોટા ફેરફાર કરતા દસ વર્ષના પ્રવાસી વિઝા આપવાનું બંધ કરી દીધું છે. આખરે, કેનેડાની સરકારે આવું શા માટે કર્યું તેના ઘણા કારણો સામે આવ્યા છે. આ ફેરફાર પાછળનું પહેલું કારણ રાજકીય સંકટનો સામનો કરી રહેલા પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો માટે આવાસનો અભાવ હોવાનું કહેવાય છે.
કેનેડા સરકારે મલ્ટીપલ એન્ટ્રી વિઝા પર પોતાની નીતિમાં મોટો ફેરફાર કરતા 10 વર્ષના પર્યટક વિઝા આપવાનું બંધ કરી દીધું છે. જેના કારણે સૌથી મોટો ફટકો ગુજરાતીઓ અને ભારતીયોને પડવાનો છે, કારણ કે સૌથી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ આ દેશમાં જાય છે. સરકારના આ નિર્ણયથી કેનેડા જનાર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આખરે કેનેડા સરકારે આવું કેમ કર્યું, તેને લઈને ઘણા કારણો સામે આવ્યા છે.
સૂત્રોના મતે, આ ફેરફાર પાછળનું પહેલું કારણ રાજનૈતિક સંક્ટ સામે ઝઝૂમી રહેલા પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો માટે આવાસનો અભાવ હોવાનું કહેવાય છે.
ટ્રુડો સરકારે કેમ લીધો આ નિર્ણય
જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની ઊંચી કિંમત અને ઘટતું મંજૂરી રેટિંગ પર લોકોના ગુસ્સાને ઘટાડવા માટે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રુડોએ અગાઉ પણ જાહેરાત કરી હતી કે તેઓ અસ્થાયી અને કાયમી બંને પ્રકારના ઇમિગ્રેશનમાં ઘટાડો કરી રહ્યા છે.
ઈમિગ્રેશન મંત્રીએ આપ્યું હતું નિવેદન
સાથે ગત મહિને, ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે કહ્યું હતું કે કેનેડા સરકારને દેશમાં અસ્થાયી અપ્રવાસનના પ્રવાહને રોકવા માટે પહેલા જ કોઈને કોઈ કાર્યવાહી કરવાની જરૂર હતી. જેના કારણે કેનેડામાં હવે ઘર મળવું મુસ્કેલ બન્યું છે અને આવાસ સંકટ ઉભું થયું છે.
ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે સ્પષ્ટતા કરી હતી કે મલ્ટીપલ વિઝા ધારકોને વિઝાની માન્યતા અવધિ દરમિયાન જરૂરિયાત મુજબ જ કોઈપણ દેશમાંથી કેનેડામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. માર્ક મિલરે વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને અસ્થાયી રહેવાસીઓની માંગ પર આપણે કદાચ થોડી વહેલી કાર્યવાહી કરવી જોઈતી હતી.
કેનેડાની જનસંખ્યામાં વધારો
બે વર્ષ પહેલાં વ્યાજ દરો વધવાનું શરૂ થયું ત્યારથી ઘણા કેનેડિયનો હાઉસિંગ માર્કેટમાંથી બહાર નીકળી ગયા. જંગી ઇમિગ્રેશન પ્રવાહની લહેરના કારણે કેનેડાની વસ્તી પણ રેકોર્ડબ્રે ઉંચી સપાટીએ પહોંચી છે. ફેડરલ ચૂંટણી ઓક્ટોબર 2025 માં થનાર છે, જેનાથી કેનેડિયન રાજકારણમાં સૌથી વિવાદાસ્પદ વિષયોમાંથી એક બની ગયો છે.
સર્વેક્ષણો અનુસાર, વધતી સંખ્યામાં લોકો માને છે કે કેનેડામાં સૌથી વધુ અપ્રવાસીઓ છે. દૃશ્યમાન લઘુમતીઓ સામે દ્વેષપૂર્ણ ગુનાઓમાં વધારો થયો છે અને નવા આવનારાઓ સામે પ્રતિક્રિયા આવી છે.