અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠક ઉપર મતદાન થવાનું હોવાથી ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રચાર પડઘમ પણ શાંત થઇ ગયા છે પરંતુ આખા ચૂંટણી પ્રચારમાં એક વાત ઉડીએ આખે વળગે છે કે શા માટે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે સુરતના કોઇ પણ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા માટે નથી કર્યો? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પટેલ કોંગ્રેસનો સ્ટાર પ્રચારક છે અને માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ દેશના અનેક રાજ્યમાં પ્રચાર કરવા જવાનો છે. આ પરિસ્થિતિમાં એક સવાલ થાય કે શા માટે હાર્દિક પટેલ પ્રચાર કરવા માટે સુરત ન ગયો? હાર્દિકના સુરતમાં પ્રચાર કરવા ન જવા પાછળનું સાચું કારણ તો હાર્દિક કહી શકે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, હાલ પણ પાટીદારોમાં હાર્દિક પટેલનો વિરોધ છે. અને તે વિરોધ એટલે તેનો સાથીદાર અલ્પેશ કથીરિયાના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે.


ઉંમરે ભલે જવાબ આપ્યો, પણ શતાયુ મતદાતાઓનો એક જ સૂર, ‘અમે તો મત આપીશું...’


બે દિવસ પહેલા જ હાર્દિક પટેલનો નિકોલ સભામાં વિરોધ થયો હતો. સુરતથી અલ્પેશ કથીરિયાનો વિરોધ કરવા અમદાવાદ આવ્યા હતા. જો હવે હાર્દિક પટેલ સુરત સભા કરવા જાય તો તેની દશા કેવી થાય? અને જો હાર્દિક સુરતમાં પાટીદારોના જ વિરોધમાં ઘેરાય જાય તો પછી આખા ગુજરાતમાં અને દેશના અન્ય વીસમા એવો મેસેજ જાય કે, પાટીદારોમાં જ હર્દીકનો વિરોધ થઇ રહ્યો છે. અને જો આમ ન હોય તો સુરત તો પાટીદારોનો ગઢ ગણાય છે અને હાર્દિક સુરતના પાટીદારોની વચ્ચે સભા કરવા ન જાય તો દાળમાં કાળું છે એમ કહી શકાય.


દૂધસાગર ડેરીના આરોપો પર GCMMFએ આપ્યો જવાબ, તો સરકારે Amulના વહીવટમાં હસ્તક્ષેપ નકાર્યો


હાર્કિકની સભા ન થવવાથી ઉભા ખતા પણ સવાલો 


  • શું પાટીદારોના વિરોધના ડરથી હાર્દિક સુરત ન ગયો?

  • શું અલ્પેશ કથીરિયાના સમર્થકો હાર્દિકને સુરતમાં આવવા જ ના દેત?

  • હાર્દિક પટેલ સુરત કોર્ટમાં ગયો ત્યારે પણ તેમને ચુસ્ત બંદોબસ્ત સાથે જવું પડ્યું હતું અને તુરંત જ કોર્ટથી જ બરોબાર જતો રહ્યો હતો?

  • શું પાટીદારોમાં હર્દિકનો પ્રભાવ ઓછો થતો જાય છે? 



કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલ દ્વારા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતની મોટાભાગની સીટો પર પ્રચાર કરવા માટે જઇ રહ્યો છે. પરંતુ હાર્દિકન પટેલ દ્વારા સુરતમાં એક પણ સભા ન કરતા એ વાત સાબિત થાય છે, કે અલ્પેશ કથીરિયાના સમર્થકો દ્વારા તેને વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને તેના જ કરાણે હાર્દિકે સુરતમાં કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો.