ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત સરકારના જ્ઞાન સહાયકના પ્રોજેક્ટનો ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ અનોખો વિરોધ કર્યો છે. સરકારે કાયમી ભરતી ન કરતા ઉમેદવારો બજરંગ બલીના શરણે પહોંચ્યા છે. ગુજરાતના અલગ-અલગ મંદિરમાં જઈને ઉમેદવારોએ હનુમાનજીને આવેદનપત્ર આપ્યું હતું. કાયમી ભરતીના બદલે 11 મહિનાના કરાર પર થતી ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ શરૂ,હવે આગામી 6 દિવસ વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ


સરકાર જ્ઞાન સહાયક યોજના રદ કરે તેવી માગ કરવામાં આવી રહી છે. જો કરાર આધારિત ભરતી થાય તો ઉમેદવારને કોઈ અન્ય સેવા વિષયક હક્ક દાવો મળી શકશે નહીં. વેકેશન સિવાયનો સમય ગણીને 11 મહિનાનો સમય પૂરો થતાં કરાર આપોઆપ રદ ગણાશે...જેથી તેનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે.


ખેતરની ફરતે તાર ફેન્સીંગ યોજના શું છે? ખેડૂતો કેવી રીતે અરજી કરી મેળવી શકે છે સહાય


રાજ્યમાં ટેટ, ટાટ પાસ શિક્ષકોની જ્ઞાન-સહાયક અને ખેલસહાયક કરાર આધારીત ભરતીની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવાની રજૂઆત કરવામાં આવી રહી છે. કારણ કે તેમની જો કરાર આધારિત ભરતી થાય તો ઉમેદવારને કોઈ અન્ય સેવા વિષયક હકક દાવો મળી શકશે નહીં. 


સનાતનના સન્માનમાં, ભાજપ ઉતરશે મેદાનમાં, મંત્રીઓને PM મોદીએ કહ્યું- મજબૂતીથી જવાબ આપો


આ સાથે આ યોજના અનુસાર જ્ઞાન સહાયકોની કામગીરીનો સમયગાળો માત્ર 11 માસનો રહેશે. વેકેશન સિવાયનો સમય ગણીને11 મહિનાનો સમય પૂરો થતાં કરાર આપોઆપ રદ ગણાશે. જેથી તેનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે.


આનંદો! રાજકોટમાં મુસાફરો માટે આ તારીખથી ખુલી જશે ઇન્ટરનેશનલ એરપોર્ટ, જાહેર કરી નોટિસ