આ વર્ષે ગુજરાતમાં ખેડૂતોને કપાસના પૂરતા ભાવ કેમ નથી મળી રહ્યા, જાણો શું છે મોટું કારણ?
Cotton prices: હાલમાં માર્કેટયાર્ડ ખાતે રોજની 20 થી 25 ગાડી કપાસની આવક થઈ રહી છે. પણ પાટણ જિલ્લાના ખેડૂતોની આર્થિક જીવાદોરી સમાન નવા ગંજ બજાર માર્કેટ યાર્ડ દિવાળીના મીની વેકેશન બાદ ફરી ધમધમતું થયું છે.
પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ ખેત ઉપજ ની આવક દિવાળીના મીની વેકેશન બાદ શરૂ થવા પામે છે જેને લઈને માર્કેટયાર્ડ ધમધમતું જોવા મળી રહ્યું છે કપાસના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 150 થી 200 રૂપિયાનો ઘટાડો હોવાને કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. હાલમાં માર્કેટયાર્ડ ખાતે રોજની 20 થી 25 ગાડી કપાસની આવક થઈ રહી છે. પણ પાટણ જિલ્લાના ખેડૂતોની આર્થિક જીવાદોરી સમાન નવા ગંજ બજાર માર્કેટ યાર્ડ દિવાળીના મીની વેકેશન બાદ ફરી ધમધમતું થયું છે.
ખેડૂતો પર પડતા પર પાટુ
હાલમાં ખેડૂતો પોતાની ખેતીની ઉપજનો મોલ માર્કેટ યાર્ડ ખાતે વેચવા આવી રહ્યા છે. માર્કેટયાર્ડમાં કપાસ, એરંડા, રાયડો સહિતના પાકના મોલનું ખરીદ - વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યું છે પણ ચાલુ વર્ષે વરસાદ અને વાવાઝોડાને કારણે કપાસના માલ માં મોટી નુકસાની થવા પામી છૅ જેને લઇ ઉત્પાદન માં પામ ઘટાડો નોંધાતા ખેડૂતો પર પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છૅ તો આ બચેલો કપાસ નો માલ પાટણ માર્કેટ યાર્ડ માં વેચાણ અર્થે લઇ જતા ભાવ પણ નીચા રહેતા ખેડૂતો ની હાલત કફોડી બનવા પામી છૅ તો બીજી બાજુ ચાલુ વર્ષે કપાસના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગત વર્ષ કરતાં 150 થી 200 રૂપિયાનો ઘટાડો
ગત વર્ષે ખેડૂતોને કપાસના રૂપિયા 1600 થી 1750 રૂપિયા ભાવ મળ્યો હતો જ્યારે ચાલુ વર્ષે ખેડૂતોને સારા માલના રૂપિયા 1350 થી 1400 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે.જેમાં ખેડૂતો ના ખેડ, ખાતર તેમજ મજૂરી પણ નીકળે તેમ નથી કપાસ નો ભાવ રૂપિયા 1500 થી 1600ના થાય તો ખેડૂતોને પોષાય તેમ છૅ.
ખેડૂતો મૂંઝવણમાં મુકાયા
પાટણ માર્કેટયાર્ડમાં કપાસની હરાજી શરૂ કરવામાં આવી છે પરંતુ ભાવ તળિયે ગયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે વરસાદ અને વાવાઝોડાને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે ગત વર્ષે કપાસના ભાવો હતા એના કરતાં પણ ચાલુ વર્ષે 150 થી 200 રૂપિયાનો ભાવ ઘટયો છે. જેથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે 1500થી વધુ નો ભાવ મળે તો ખેડૂતોને પોસાય તેમ છે.