દીપડાને પકડવામાં વનવિભાગને કેમ ધાર્યું પરિણામ મળતું નથી? એક નહિ, અનેક કારણો છે....
સૌરાષ્ટ્રના અમરેલી અને જુનાગઢ જિલ્લામાં દિપડાનો આતંક વધ્યો છે. રાજકીય નેતાઓ અને સ્થાનિકોની રજૂઆતના પગલે સરકારે સ્પેશિયલ કેસમાં દેખો ત્યાં ઠાર મારવાના આદેશ અપાયા છે. છેલ્લા ચાર દિવસથી માનવભક્ષી દિપડાને પકડવા માટે પાંજરા ગોઠવી ટીમો કામે લાગી છે. પણ કોઇ પરિણામ મળ્યુ નથી. આજે એક દીપડી પકડાઈ છે. પણ તેમ છતાં દીપડાની દહેશત અનેક ગામોમાં ફેલાયેલી છે. 100 જેટલી ટિમો બનાવીને 30 જગયાએ મારણ અને ટ્રેપ ગોઠવી હતી તેમાં એક સફળતા મળી છે. પણ વનવિભાગને કેમ ધાર્યું પરિણામ મળતું નથી અને શુ છે દીપડાની પ્રકૃતિ જાણીએ આ વિશેષ અહેવાલમાં....
ગૌરવ પટેલ/અમદાવાદ :સૌરાષ્ટ્રના અમરેલી અને જુનાગઢ જિલ્લામાં દિપડાનો આતંક વધ્યો છે. રાજકીય નેતાઓ અને સ્થાનિકોની રજૂઆતના પગલે સરકારે સ્પેશિયલ કેસમાં દેખો ત્યાં ઠાર મારવાના આદેશ અપાયા છે. છેલ્લા ચાર દિવસથી માનવભક્ષી દિપડાને પકડવા માટે પાંજરા ગોઠવી ટીમો કામે લાગી છે. પણ કોઇ પરિણામ મળ્યુ નથી. આજે એક દીપડી પકડાઈ છે. પણ તેમ છતાં દીપડાની દહેશત અનેક ગામોમાં ફેલાયેલી છે. 100 જેટલી ટિમો બનાવીને 30 જગયાએ મારણ અને ટ્રેપ ગોઠવી હતી તેમાં એક સફળતા મળી છે. પણ વનવિભાગને કેમ ધાર્યું પરિણામ મળતું નથી અને શુ છે દીપડાની પ્રકૃતિ જાણીએ આ વિશેષ અહેવાલમાં....
રાજકોટ : GJ03 KH 2978 નંબરની કારમાં સવાર 3 યુવકોએ યુવતીની છેડતી કરીને તેને બિભત્સ ગાળો આપી
શુ છે દીપડા માટેનો કાયદો
ન માત્ર ગુજરાત, પણ સમગ્ર દેશના મોટાભાગના રાજ્યોમાં દીપડાની સંખ્યા જોવા મળે છે. દિવસેને દિવસે તેમની વસ્તીમાં વધારો થઇ રહ્યો છે અને જંગલ વિસ્તા ઘટતાં ખોરાકની શોધમાં તેઓ બહાર નીકળી રહ્યા છે. હાલમાં ઘટેલી ઘટનાઓને પગલે માનવભક્ષી દીપડાને દેખો ત્યાં ઠાર મારવાના આદેશ છે. પણ જાણીને નવાઇ લાગશ કે દિપડો કાયદાથી રક્ષિત પ્રાણી છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટમાં દિપડો શિડ્યુલ-1 માં આવે છે, જે ને મારી શકાતો નથી.
કઇ રીતે દીપડો માનવભક્ષી સાબિત થાય છે
અમદાવાદ ઝૂના ડિરેક્ટર આર.કે. શાહુ જણાવે છે કે, દિપડો માનવભક્ષી હોવાનુ સાબિત કરવુ અઘરું છે. કેમ કે જો કોઇ માણસ પર દીપડાએ હુમલા કરી તેનુ માંસ ખાધુ હોય અને તે ચારથી પાંચ દિવસમાં પકડાય તો દિપડાના મળ પરથી તે સાબિત થાય. જો દીપડાએ માનવ માંસ ખાધા બાદ કોઇ બીજો શિકાર કર્યો હોય તો સાબિત કરવું અધરૂં છે.
અમદાવાદ : 1.5 સેમીનો પત્થર ગળી જનાર બાળકીને સિવિલ હોસ્પિટલના ENTના તબીબોએ ફરીથી રમતી કરી
માનવ ભક્ષી દીપડો પકડાય તો શુ કાર્યવાહી કરાય
જો કોઇ દીપડો પકડાય અને તે માનવભક્ષી સાબિત થાય તો તેને સરકાર દ્વારા તૈયાર કરાયેલા રેસ્ક્યૂ સેન્ટર ખાતે આજીવન રાખવામાં આવે છે. તેઓને માનવોથી દૂર રખાય છે. જેથી તે કોઈ ખલેલ ન પહોંચાડી શકે.
કેવી છે દીપડાની પ્રકૃતિ
દીપડો લુચ્ચુ અને હોશિયાર પ્રાણી છે. માત્ર 3 ફુટ ઉંચા ઘાસમાં છુપાઇ શકે છે. આ પ્રાણી મરઘીથી લઇ તમામ પ્રકારનો શિકાર કરે છે. અને મનુષ્ય તેના માટે સૌથી સૌફ્ટ ટાર્ગેટ છે. તેથી તે છપાકથી મનુષ્ય પર હુમલો કરે છે.
વડોદરા દુષ્કર્મ કેસ : જશા અને કિશનને દોરડા બાંધી લઈ જવાયા, તો જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા
દીપડાથી બચવા શું કરવું
જંગલ વિસ્તાર પાસે રહેતા લોકોએ દીપડાથી બચવાના આસાન ઉપાય છે. જે લોકો ખેતર કે વાડીમાં રહેતા હોય તે 4/6 નું લોખંડનું પાંજરુ બનાવીને તેમાં રાત્રિ રોકાણ કરવું જોઈએ. ખેતરમાં ખાટલા પર સૂતા લોકો સરળતાથી દીપડાનો શિકાર બની જાય છે, તેથી બને તો ઉંચી જગ્યાએ રહેવું.
અમદાવાદના ઝુમાં પણ કેટલાક પ્રાણીઓ એવા છે, જેઓને આજીવન કેદ કરવામાં આવ્યા છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં માનવીઓ પર હુમલા કરનાર 6 વાંદરાઓએ અહીં કેદમાં મૂકાયા છે. જેથી તે અન્ય લોકો પર હુમલો ન કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube