ઇસકી ટોપી ઉસકે સરની જેમ પ્રિન્ટીંગ પ્રેસ પર ઠીકરું ફોડી દેવાયું, પણ સરકાર કેમ છાવરે છે પંચાયત મંડળને
Gujarat Paper Leak : 12 ભરતી પરીક્ષાના પેપર ફૂટ્યા... દેશમાં પેપર ક્યાં પ્રિન્ટીંગ થાય છે એની ટિપ્સ કોણ આપે છે?
Paper Leak News Live Update : ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાથી માંડી વિવિધ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓના પેપરો સુરક્ષાને લઈને રાજ્ય બહારની એજન્સી-પ્રિન્ટીંગ પ્રેસ પાસે પ્રિન્ટીંગ કરાવાય છે છતાં ભરતી પરીક્ષાના પેપરો ફુટી જતા હોય સરકાર પાસે રાજ્યમાં જ પ્રિન્ટીંગની કે ઓનલાઈન ફુલ પ્રુફ સીસ્ટમ નથી. ભરતી તો દૂર સરકાર પરીક્ષા જ લઈ શકતી ન હોવાનો બળાપો હાલમાં ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે. રાજ્ય બહાર ઘણા પેપરોનું પ્રિન્ટિંગ થાય છે. લાખો પેપરોનું પ્રિન્ટીંગ રાજ્ય બહાર પેપરો પ્રિન્ટિંગ કરવા કરવાનું હોય છે ત્યારે મોટા ભાગે પ્રિન્ટીંગ સુધીની કામગીરીમાં ભરતી પરીક્ષાઓમાં પ્રિન્ટીંગ પ્રેસમાંથી ૨૦૦થી૩૦૦ માણસો પ્રત્યક્ષ રીતે જોડાતા હોવાથી પેપરફુટવાનો પ્રશ્ન હોય છે. કેન્દ્ર સરકાર બજેટ છાપે તો પણ છાપનારને 15 દિવસ સુધી બહાર જવા દેતી નથી અને ગુજરાત સરકાર પરીક્ષાના પેપરો ગુજરાત બહાર પ્રિન્ટીંગ કરાવે છે. જેમાં તે સફળ રહેતી નથી. દર વર્ષે ૧૭ લાખથી વધુ પેપરો છપાય છે. પેપરો ત્યારે જ ફૂટે છે જ્યારે પરીક્ષામાં રોકાયેલા કર્મચારીઓ પૈસા માટે ફૂટી જાય... રાજ્ય બહાર એટલા માટે મોકલાય છે કે ત્યાંના કર્મચારીઓ ગુજરાતી ભાષા સમજી ન શકે ખરેખર આ તર્ક સરકારનો ખોટો છે.
હાલમાં ટેકનોલોજીનો જમાનો છે. એક સેકન્ડમાં કોઈ પણ ભાષા ટ્રાન્સલેટ થઈ શકે છે. સૌથી મોટી બાબત એ છે કે, પેપર હૈદરાબાદના કયા પ્રિન્ટીંગ પ્રેસમાં છપાવવા માટે જવાનું છે એ આ કૌભાંડીઓને કેવી રીતે ખબર પડી એ સૌથી મોટો સવાલ છે. હૈદરાબાદમાં એક પ્રિન્ટીંગ પ્રેસ થોડો છે કે ત્યાંથી પેપર આસાનાથી લીક થાય આ કૌભાડમાં પંચાયત સેવા પસંદગી મંડળના કોઈ સભ્યે પણ ટિપ આપી હોય તેવી પણ સંભાવના છે. આ બાબતે પણ ગુજરાત પોલસે તપાસ કરવાની જરૂર છે. હાલમાં ઇસકી ટોપી ઉસકે સરની જેમ પ્રિન્ટીંગ પ્રેસ પર ઠીકરું ફોડી દેવાયું છે. છેલ્લા 9 વર્ષમાં ગુજરાતમાં 12થી વધારે ભરતી પરીક્ષાના પેપર લીક થયા છે. આ મામલે કેમ કૌભાડીઓ સુધી પોલીસના તાર પહોંચતા નથી. પોલીસ એ કેમ તપાસ કરતી નથી કે દેશમાં ક્યાં પેપર છપાવવા ગયા છે એ પસંદગી મંડળના સભ્યો સિવાય કોઈ જાણતું નથી. અત્યારસુધીમાં 12 ભરતીના પેપર ફૂટી ગયા છે પણ આ મામલે તપાસ કરાતી નથી. કોચિંગના સંચાલકો તો આ પ્રકારના ધંધા કરી રોકડા કમાશે પણ ઘરના ભેદી સુધી કેમ તપાસ અટકી જાય છે. આ કેસમાં પણ હૈદરાબાદના પ્રિન્ટીંગ પ્રેસની માહિતી આ પેપર ફોડનારાઓને કોને આપી એ પણ તપાસ કરવાની જરૂર છે.
આ પણ વાંચો :
ગુજરાત પોલીસને પેપરલીકની લીંક આ રીતે મળી, પ્રદીપની એક ભૂલથી ડ્રાઈવરને ગઈ શંકા
પેપર ફોડનારા આરોપીઓ જીવે છે વૈભવી જીવન, ઈર્ષ્યા થાય તેવી હાર્દિક શર્માની સંપત્તિ
તો શું JEE નું પેપર પણ ફૂટશે? પેપર ફોડનારા આરોપીની સંસ્થાને અપાયું છે JEE ની પરીક્ષા
જુનિયર કલાર્ક પેપર લીક કૌભાંડના આરોપી કેતન બારોટને કાયદાનો ડર ન હોય તેમ ભરતી અને એડમિશનનું નેટવર્ક ૧૦ વર્ષમાં સ્થાપ્યું છે. સીબીઆઈએ પકડ્યા પછી બેફામ બનેલા કેતને બાયડ પછી અમદાવાદમાં કન્સલ્ટન્સી થકી ભરતી ઉપરાંત મેડિકલ, ઈજનેરીમાં એડમિશનનો ગોરખધંધો ચલાવતો હોવા અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. પેપર લીક થતાં છેલ્લી ઘડીએ જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકુફ રખાઈ છે. જે સામે પરીક્ષાર્થીઓ રોડ પર ઉતર્યા છે અને સુરેન્દ્રનગર, છોટાઉદેપુરમાં કોલલેટર સળગાવાયા હતા. પેપરલીક કૌભાંડમાં સાબરકાંઠાના હાર્દિક શર્માનું નામ પણ ખૂલ્યું છે. કેતન બારોટનો ખાસ મિત્ર હાર્દિક શર્મા પણ આરોપી છે. પ્રાંતિજના વદરાડનો હાર્દિક શર્મા નર્સિંગ કોલેજનો સહમાલિક છે. તે નર્સિંગ કોલેજોના નામે ગોરખધંધા ચલાવે છે. નિકોલમાં આવેલી પંચામૃત નર્સિંગ કોલેજમાં પણ તે સહમાલિક છે. કેતન અને હાર્દિક શર્મા વૈભવી મોજશોખવાળી લાઈફના શોખીન છે.
જુનિયર કલાર્કની ૧૧૦૦ જગ્યાઓ પર પાસ થવા માટે લાખો વિદ્યાર્થીઓએ મહેનત કરી હતી. જે પાણીમાં ગઈ છે. હવે 3 મહિને પરીક્ષા લેવાશે. એટલુ જ નહીં, સતત પેપરો લીક થતાં વિદ્યાર્થીઓનો સરકાર પરથી ભરોસો ઉઠ્યો છે. સ્પર્ધાત્મક ક્લાસ, હોસ્ટેલમાં રહીને અભ્યાસનો ખર્ચ છાત્રોને માથે પડ્યો છે. અત્યારસુધી ગુજરાતમાંથી 12 પરીક્ષાના પેપરો ફૂટી ગયા છે. જે મામલે તંત્ર બકરાઓને શોધે છે પણ આ મામલે કડક કાર્યવાહી ન કરી શકતાં આ ઘટનાઓ સતત રિપિટ થઈ રહી છે.
આ પણ વાંચો : PM મોદીએ પૂર્વ IAS અધિકારીને આપ્યો ખાસ ટાસ્ક, ગુજરાતના રોકાણકારોને યુપીમાં લઈ જશે