ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતના વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં ડંકો વગાડે છે, પરંતુ UPSCની પરીક્ષા પાસ કરીને મોટી સંખ્યામાં IAS અને IPS બની શકતા નથી. આનું કારણ શું છે. કેમ UPSCમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ઓછા પાસ થાય છે? તો તેનો જવાબ છે ગુજરાતમાં UPSCની તૈયારી માટેની યોગ્ય સંસ્થાઓનો અભાવ.. વિદ્યાર્થીઓને પદ્ધતિસરની તૈયારી કરાવતી ગુજરાતની એક માત્ર સરકારી સંસ્થા SPIPA તરફથી પણ પ્રચાર- પ્રસાર માટેનો વિશેષ પ્રયાસ થતો નથી. જેના કારણે પરિણામમાં હંમેશાં ગુજરાતનો ક્રમ બીજાં રાજ્યોની સરખામણીએ પાછળ જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં UPSCનું પરિણામ જાહેર થાય તો પણ SPIPA તરફથી ઉત્સાહપૂર્વકનો પ્રતિસાદ મળતો નથી. પરિણામ જાહેર થાય તો પણ SPIPAના ડાયરેક્ટર અને કો-ઓર્ડિનેટર વિશેષ ઉત્સાહ દર્શાવતા નથી. આજની જ વાત કરીએ તો UPSCનું પરિણામ જાહેર થયું પણ SPIPA તરફથી કોઈ ટ્વીટ કરવામાં આવ્યું નથી. એટલું જ નહીં SPIPAના ડાયરેક્ટર અને કો-ઓર્ડિનેટર મીડિયા ફ્રેન્ડલી નથી. 


UPSC 2021નું પરિણામ જાહેર: ગુજરાત SPIPA ના 6 વિદ્યાર્થીઓએ બાજી મારી, વડોદરાના ડેપ્યુટી કલેક્ટર પણ પાસ


ગુજરાતી વિદ્યાર્થીઓ માટે 24 કલાક હેલ્પલાઈનની સુવિધા નથી. પરિણામ જાહેર થયા પછી પણ SPIPAનું તંત્ર જાગતું નથી જેના કારણે ગુજરાતીઓને સૌથી છેલ્લે ખબર પડે છે કે ગુજરાતના કેટલા વિદ્યાર્થીઓ UPSC પાસ કરવામાં સફળ થયા છે. એટલું જ નહીં મીડિયા તરફથી માગવા છતાં SPIPAનું નઘરોળ તંત્ર માહિતી આપવા તૈયાર થતું નથી. 


મીડિયા ગ્રુપ બનાવીને માહિતી આપવાના બદલે SPIPA નિષ્ક્રિય રહે છે જેના કારણે પત્રકારોએ રાહ જોઈને બેસી રહેવું પડે છે. જ્યારે SPIPA માહિતી આપે ત્યારે જ ગુજરાત જાણી શકે છે કે ગુજરાતના કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. વાસ્તવમાં સ્પીપા પાસે પોતાના વિદ્યાર્થીઓની પ્રોફાઈલ પહેલેથી તૈયાર હોવી જોઈએ અને જે વિદ્યાર્થી પરીક્ષા પાસ કરીને ઉત્તીર્ણ થાય તેની માહિતી તરત જ સોશિયલ મીડિયામાં અને મુખ્ય ધારાના મીડિયામાં પહોંચાડવી જોઈએ પરંતુ તેના બદલે માહિતી મેળવવા માટે સાત કોઠા વિંધવા પડે છે. 


નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર ખુબ જ નીચું, આખા ગુજરાતનું શિક્ષણનું સ્તર નીચું છે, મારી પાસે એના પુરાવા: વસાવા


UPSC 2021નું પરિણામ જાહેર: ગુજરાત SPIPA ના 6 વિદ્યાર્થીઓએ બાજી મારી
નોંધનીય છે કે, UPSC 2021નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના spipa ના 6 વિદ્યાર્થીઓએ પણ બાજી મારી હોવાની વાત સામે આવી છે. જેમાં 332માં રેન્ક પર અમદાવાદના બારોટ હિરેન જીતેન્દ્રભાઈ, 341માં રેન્ક પર જયવીર ભરતદાન ગઢવી, 483માં રેન્ક પર જ્ઞાનેન્દ્ર સિંહ પ્રભાત, 601માં રેન્ક પર અકશેષ મહેન્દ્ર એન્જિનિયેર, 653માં રેન્ક પર કાર્તિકેય કુમાર અને 665માં રેન્ક પર અગિયા પ્રણવકુમાર ગોવિંદભાઈએ બાજી મારીને સારું પ્રદર્શન કર્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube