અલકેશ રાવ/બનાસકાંઠા: પાલનપુરમાં રહેતો અખાણી પરિવાર છેલ્લા 20 વર્ષથી વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ રસોઈ અને પીવાના પાણીમાં કરી રહ્યો છે. જોકે વરસાદી પાણીના ઉપયોગને લઈને આ પરિવારમાં ચામડીના રોગો, દાંત કે હાડકાંના સાંધાના દુખાવાની કોઈ સમસ્યા નથી તો આ પાણીના ઉપયોગથી સ્વાદિષ્ટ રસોઈ બને છે તો આ પાણી શરીર માટે ખુબ જ ફાયદાકારક છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો કેટલાય સમયથી જળસંકટને લઈને પીવાના પાણીની સમસ્યા ભોગવી રહ્યો છે. તેવામાં પાલનપુરમાં રહેતા અને સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા અને આયુર્વેદના વૈદ્ય મહેશભાઈ અખાણીનો પરિવાર છેલ્લા 20 વર્ષથી વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ પીવાના પાણી અને રસોઈમાં કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે આકાશમાંથી આવતું પાણી એ ગંગાના પાણી જેટલું જ પવિત્ર છે અને તે નકામું વહી જાય છે શાસ્ત્રોમાં પણ આ પાણીનો ઉપયોગ કરવો ખુબ જ શુભ માનવામાં આવ્યો છે.


શું આવતીકાલે સવારે ધો.10-12નું પરિણામ જાહેર થશે? શિક્ષણ બોર્ડે વાઈરલ પરિપત્રની જણાવી હકીકત, આખરે ફરિયાદ


વરસાદી પાણી ખુબ જ સારું અને ઉત્તમ હોય છે. જો કે પાણીનું સંરક્ષણ નક્ષત્ર જોઈને કરવાનું હોય છે. અમે વરસાદ શરૂ થતાં જ તેની તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ. એવું કહેવાય છે કે સૌથી શ્રેષ્ઠ નક્ષત્ર આદ્રા હોય છે. તે વખતે સંયોગ ન બને કે વરસાદ ન પડે તો મધા પછી આશ્લશા અને પછી રોહિણી નક્ષત્રમાં પાણી ભરી શકાય છે. મેં મારા ઘરના આંગણામાં 20 હજાર લીટરની ક્ષમતા વાળું ટાંકુ બનાવ્યું છે. જેનું પાણી આખું વર્ષ ચાલે છે અને આ પાણીથી ચામડીના રોગો, સાંધાના દુખાવા, દાંતની તકલીફ થતી નથી. આ પાણી પીવામાં મીઠું અને પચવામાં ખુબજ હલકું છે તેનાથી સ્વાદિષ્ટ રસોઈ બને છે, એટલે વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ તમામ લોકોએ કરવો જોઈએ.


GUJARAT CORONA UPDATE: શું ફરી કોરોનાનો કહેર વધશે! સૌથી વધુ અમદાવાદમાં નવા કેસ, વધી રહી છે ગુજરાતની ચિંતા


અત્યારના આધુનિક જમાનામાં મોટાભાગના ઘરોમાં RO સિસ્ટમનો વપરાશ વધી રહ્યો છે, પણ RO ફિલ્ટરના કારણે પાણીમાં રહેલા મોટાભાગના કેલ્શિયમ જે શરીર માટે ખુબ જ ઉપયોગી હોય છે તે બહાર નીકળી જાય છે પણ જો વરસાદી પાણીનો ઉપયોગ કરવામાં આવે તો શરીર માટે જરૂરી મિનરલ, કેલ્શિયમ પાણીમાં આવી જાય છે. જો તે પાણીમાં નહિ મળે તો હાડકાંના, હૃદયની બીમારી તેમજ મગજને મળવું જોઈએ તે મેગ્નેશિયમ મળે તો માનસિક સમસ્યા શરૂ થઈ જાય છે. જેથી સાયન્સટિફિક રીતે હવે લોકો વરસાદી પાણીનો ઉપયોગ કરતા શીખ્યા છે. જેથી લોકો આ વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ કરે તો ઘણી બધી સમસ્યાઓનો અંત આપી શકે છે. તો વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી પાણીની તકલીફ પણ ઓછી થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube