BJP Gujarat Rajya Sabha List: હિતેન વિઠલાણી/અમદાવાદ: પીએમ મોદીએ રાજ્યસભા ચૂંટણીમાં નો રિપીટ થીયરી લાગૂ કરી પણ લોકસભા ચૂંટણી માથે હોવાથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની ટિકિટ પર કાપ મૂકવો સંભવ નહોતો. 10થી 11 માર્ચની વચ્ચે દેશમાં આચારસંહિતા લાગુ થશે. એવામાં ચૂંટણી સમયે રાષ્ટ્રીય અધ્યક્ષની ટિકિટ કાપી પાયાના કાર્યકરોનું મનોબળ ના તોડી શકાય જેથી જે પી નડ્ડાને ફરી રાજ્યસભા ગુજરાતથી મોકલવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમા ભાજપે જાહેર કર્યા 4 રાજ્યસભા ઉમેદવારોના નામ; આ ઉમેદવારો વિશે જાણી અજાણી વાત


ગુજરાત થી નડ્ડા શા માટે? 
૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીએ ભાજપ માટે ૩૭૦ બેઠકોનો લક્ષ્યાંક નક્કી કર્યો અને NDA મળી ૪૦૦ પારનો નારો આપવામાં આવ્યો છે એવામાં પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં પણ ૨૬ બેઠકો પર હેટ્રીકની સાથે 26 ની 26 બેઠકો 5 લાખથી વધુની લીડથી જીતવાના દાવાઓ કરે છે. પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાથે રાષ્ટ્રીય નેતૃત્વ એ પણ 5 લાખની લીડથી જીતવાનું નક્કી કર્યું હોય ત્યારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ખુદ ગુજરાતથી જ રાજ્યસભા જાય તો પાયાના કાર્યકરો સાથે ગુજરાતના તમામ વોટરનું મનોબળ બમણું થઇ જાય કારણ કે ભલે પીએમ આમ યુપીના કહેવાય પણ પીએમ મોદીનો ગૃહ રાજ્ય હંમેશા ગુજરાત રહેશે. 


માંડવિયા, રૂપાલા નહીં આ 6 મંત્રીઓ માટે દરવાજા થયા બંધ, લોકસભા જીતવાનો હવે પડકાર


પીએમ, ગૃહ મંત્રી, વિદેશ મંત્રી અને દેશના સ્વાસ્થ્ય મંત્રીની સાથે સરકારની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ જ્યારે  દેશની સંસદના ઉપલા ગૃહ (રાજ્યસભા)માં જ્યારે ગુજરાતથી જાય તો પાર્ટી એ નક્કી કરેલા માર્ગ પર ચાલવું વધારે સહેલું બને, જેથી મનાઈ રહ્યું છે કે નડ્ડાને રાજ્યસભામાં ગુજરાતથી ૫ લાખની લીડથી તમામ બેઠક જીતવાની મંશા સાથે મોકલવામાં આવ્યા છે.


આ આગાહી ઘાતક સાબિત થશે? 2024માં ક્યારેય ન સાંભળ્યો હોય તેવો અંબાલાલનો વરતારો