જ્યાંની સુખડી ઘરે લઈ જવાતી નથી એ મહુડીમાં કાળી ચૌદશ કેમ મહત્વની હોય છે, આ છે કારણ

Kali Chaudas 2024 Date : કાળી ચૌદસે મહુડી મંદિરમાં થાય છે ખાસ પૂજા, 108 વાર ઘંટ વગાડીને અપાય છે આહુતિ... આ પૂજા માટે મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે...
Mahudi Jain Temple : ગુજરાતના પ્રસિદ્ધ મહુડી તીર્થ ખાતે કાળી ચૌદસનું અનેરું મહત્વ હોય છે. મહુડી તીર્થ તેની સુખડી માટે પ્રખ્યાત છે, જ્યાંની સુખડી ત્યાં જ મંદિરમાં ખાવાનો રિવાજ છે, આ સુખડી મંદિરની બહાર લઈ જવાતી નથી. પરતું કાળી ચૌદસના દર્શન માટે મંદિરમાં ભક્તોની ભીડ ઉમટે છે. ત્યારે મહુડીમાં કાળી ચૌદસનું શું મહત્વ છે તે જાણીએ.
મહુડીમાં કાળી ચૌદસનું મહત્વ
મહુડી ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે, જ્યાં કાળી ચૌદસના દિવસે જ પૂજા અર્ચના અને હવન કરવામાં આવે છે. ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિ કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે જ પૂજા થતી હોવાના કારણે વિશેષ મહત્વ આપવામાં આવે છે. ત્યારે કાળી ચૌદશ નિમિત્તે મહુડી દર્શને જતા દર્શનાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પ્રસિદ્ધ યાત્રાધામ મહુડી ખાતે રવિવારે કાળી ચૌદશને લઈ હવન યોજાશે. યાત્રાધામ મહુડી મંદીર ટ્રસ્ટ દ્વારા રવિવારે કાળી ચૌદશનું હવન બપોરે 12.30 શરૂ થશે. રવિવારે વહેલી સવારે 5.30 વાગે પ્રક્ષાલ વિધિ યોજાશે. સવારે 10 વાગ્યા બાદ વરખ પૂજા યોજાશે.
કોલર ઊંચો કરીને ભાભરની બજારમાંથી નીકળું એવી પાઘડીની આબરૂ રાખજો : ગેનીબેન
દરેક ઘંટના નાદ સાથે હવનમાં આહુતિ
મહત્વનું છે કે, કાળી ચૌદસના દિવસે ઘંટાકર્ણ મહાવીર મહુડી મંદિરનું વિશેષ મહત્વ હોય છે. જૈન સમુદાયના લોકો કાળી ચૌદસના દિવસે મોટી સંખ્યામાં દર્શન અને પૂજા અર્ચન માટે અહીં આવે છે. વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડતા હોય છે. મહુડીના મંદિરે 108 વાર ઘંટ વગાડવામાં આવે છે. દરેક ઘંટના નાદ સાથે હવનમાં આહુતિ આપવામાં આવે છે. આહુતીના સમયે મંદિર પરીસરમાં હાજર ભક્તો દરેક આહુતી સમયે દોરી પર એક ગાંઠ બાંધે છે.
કાળી ચૌદશનો દિવસ મહુડીમાં ખાસ કેમ?
વર્ષમાં એક જ વાર કાળી ચૌદશે ઘંટાકર્ણ વીરની પ્રક્ષાલની વિધી કરાય છે. જેમાં વીરના જમણા અંગુઠે કેસર પૂજા કરવામાં આવે છે. બપોરે મોટી પૂજાવિધી થાય છે. આ દિવસ શ્રદ્ધાળુઓ માટે ખાસ હોય છે. આ દિવસે શ્રધ્ધાળુઓ પગના અંગુઠાથી માથા સુધીની લંબાઇ ધરાવતી નાડાછડી અથવા લાલ રંગની કંદોરી (દોરી) ની 108 ગાંઠો વાળે છે. પહેલો ડંકો વાગે જૈન-જૈનેત્તર ભાવિકો દ્વારા કંદોરીની 1 કલાકે 1 ગાંઠ વાળવામાં આવે છે. સર્વ મનોકામના પૂરી કરતો 108 ગાંઠોનો દોરો અતિ પવિત્ર ગણવામાં આવે છે. વીરના સંગે સમગ્ર વાતાવરણ ભકિતના રંગથી રંગાઇ જાય છે. આ પૂજા વિધી સમયે એકદમ નીરવ શાંતિ પ્રવર્તે છે.
દિવાળી 31 ઓક્ટોબરે છે કે 1 નવેમ્બરે? કાશીના વિદ્વાનોએ આ કન્ફ્યુઝન દૂર કર્યું
આ દિવસે મંદિરમાં સુખડી બનાવવાનું એક ખાસ મહત્વ હોય છે. મહુડીની સુખડી પ્રખ્યાત છે, એટલુ જ નહિ, આ મંદિરની સુખડી બીજે ક્યાંય બહાર લઈ જઈ શકાતી નથી તેવી માન્યતા છે.
આ વર્ષે મહુડીમાં પૂજા ક્યારે થશે
ગુજરાતના પ્રસિદ્ધ મહુડી તીર્થ ખાતે આગામી 31 ઓક્ટોબરના રોજ પ્રક્ષાલ વિધિ કરાશે તેવું મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયું. મંદિર દ્વારા જણાવાયું કે, વહેલી સવારે 6 કલાકે મહુડી ખાતે પ્રક્ષાલ વિધિ થશે. તો સવારે 11 કલાકે ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ પર વરખ ચઢશે. તો બપોરે 1 કલાકે મહુડી ખાતે હવન શરૂ થશે. તિથિમાં થયેલા ફેરફારના કારણે 31 ઓક્ટોબરના રોજ કાળી ચૌદશનું હવન થશે.