ગાંધીનગર :ગુજરાતમાં મજબૂત વિરોધ પક્ષ લાવવાની વાત કરતા નરેશ પટેલ આખરે પાણીમા બેસી ગયા. 6 મહિના સુધી દિલ્હીમાં ભાગદોડ કર્યા બાદ આખરે તેમણે રાજકારણમા ન પ્રવેશવાની જાહેરાત કરી છે. તેમણે વડીલોની સલાહ માનીને રાજકારણમાં ન જોડાવાનો નિર્ણય લીધો છે તેવું જણાવ્યું. પરંતુ તેઓએ રાજકીય દબાણથી આ નિર્ણય લીધો હોય તેવી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે આ વિશે રાજકીય વિશ્લેષક શુ કહે છે તે જાણીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે રાજકારણમાં જવાની વાત પર પૂર્ણવિરામ મૂક્યુ છે. ત્યારે તેમના આ નિર્ણય વિશે રાજકીય વિશ્લેષક હરી દેસાઈએ કહ્યુ કે, આ સૂચવે છે કે તેમને કોઈએ રાજકારણમાં આવવા કંકુચોખા તો પાઠવ્યા ન હતા, તેમને પોતાને જ મુખ્યમંત્રી થવુ હતું. હવે તેઓ ક્યાંયના નહિ રહે. ખોડલધામનું નેતૃત્વ તેમની પાસે રહેશે કે નહિ તે મોટો સવાલ છે. તેથી રાજકારણમાં ન આવે તેના માટેના પ્રયાસો થયા. તેમને કોંગ્રેસમાં જવુ જ હતું, નહિ તો તેઓ સોનિયા અને રાહુલ ગાંધીને દિલ્હી કેમ મળવા ગયા હતા. ધંધો કરવો છે તો રાજકારણથી દૂર રહેવુ સલામત છે તે બાબત સાબિત થઈ ગઈ છે. 



સમાજના વડીલો ના પાડે છે તે વિશે હરીભાઈ કહ્યુ કે, આ એક રાજકીય દબાણ હેછળ નિર્ણય છે. કેટલાક આગેવાનો દ્વારા તેમને ભાજપમાં જવા અને કોંગ્રેસમાં ન જવા માટે દબાણ કરવામાં આવતુ હતુ. અથવા તો રાજકારણમાં આવવો જ નહિ. આમાં નરેશભાઈની પ્રતિષ્ઠા ખરડાઈ છે. કારણ કે, નરેશભાઈને કોંગ્રેસમાં જવુ હતું, અને તેમણે કોંગ્રેસના અનેક દિગ્ગજો સાથે મુલાકાત કરી હતી.