gujarat bjp : ગુજરાત ભાજપ લોકસભાની 26 બેઠકની જીત સાથેનું સપનુ સજાવીને બેઠુ છે. વિધાનસભામાં રેકોર્ડબ્રેક જીત મેળવાનાર પાટીલ માટે હવે લોકસભા મોટું ટાર્ગેટ છે. પરંતુ ગુજરાતની રાજનીતિમાં એક એવી હલચલ થઈ કે સૌનું ધ્યાન તેના તરફ આકર્ષાયું. 2024ની ચૂંટણીમાં ભાજપ આ વખતે 400 પારનો નારા લગાવી રહી છે. એટલા માટે પાર્ટી પણ દરેક સીટ પર ફોકસ કરી રહી છે. ભાજપના સૌથી મજબૂત ગઢ ગુજરાતની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વડોદરામાં માત્ર પાટણ લોકસભા મતવિસ્તારની બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ થોડું અજુગતુ હતું. નડ્ડા વડોદરામાં પાટણ માટે ચર્ચા કેમ કરે. હવે બીજી ઘટના પર નજર કરીએ, અમિત શાહે પણ પાટણના સિદ્ધપુર બેઠક કરી હતી. જેપી નડ્ડા, અમિત શાહ અને પાટીલનું ધ્યાન પાટણ પર કેમ છે તેવો સહજ વિચાર થાય. હવે પડદા પાછળનું પિક્ચર એ છે કે, ભાજપને ગુજરાતમાં જે એક બેઠક હારવાનો ડર લાગી રહ્યો છે તે પાટણ છે. માત્ર ગુજરાત જ નહિ, દિલ્હીમાં પણ પાટણને લઈને ચિંતા છે. આ એક બેઠક એવી છે જે ગુજરાત ભાજપના 26 ના ટાર્ગેટને ફેલ કરી શકે છે. જો પાટણ ગયું તો ગુજરાત ભાજપ માટે ‘ગઢ આલા આણિ સિંહ ગેલા’ જેવો ઘાટ સર્જાશે. એટલે જ ભાજપ હવે પાણી પહેલા પાળ બાંધી રહ્યું છે. ત્યારે જાણી લઈએ કે, પાટણમાં ભાજપને કેમ કપરા ચઢાણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણ મોટો પડકાર
ગુજરાતમાં ભાજપ સતત ત્રીજી વખત તમામ 26 લોકસભા બેઠકો જીતવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. કાર્યકર્તા સંવાદ બાદ ભાજપ પ્રમુખે પાટણ લોકસભાના હોદ્દેદારોની બેઠક લીધી છે. પાટણ લોકસભા બેઠક પર પક્ષમાં વિરોધાભાસનો મોટો પડકાર છે. ભાજપ પ્રમુખે આગેવાનો સાથે બેઠક યોજી હતી. ભાજપને 25 લોકસભા બેઠકોનો જેટલો ડર નથી, એટલો ડર એકમાત્ર પાટણનો છે. આ માટે ખુદ અમિત શાહને મેદાનમાં ઉતરવુ પડ્યું. ભાજપ માટે હાલ આ સીટ જોખમી બની રહી છે. 


Ambalal Patel : અંબાલાલ પટેલની આ આગાહીને હળવાશથી ન લેતા : ચોમાસાનું ડીપ ડીપ્રેશન અનેકોને લઈ ડૂબશે


પાટણનું પોલિટિકલ ગણિત 
આ માટે પાટણનું પોલિટિકલ ભૂગોળ જાણી લેવુ જરૂરી છે. જે સીટ માટે ખુદ અમિત શાહ પાણી ભરતા હોય તેવા સંજોગોમાં પાટણનું પોલિટિકલ મેપ કેવુ છે તે જાણી લઈએ. કેમ પાટણે ભાજપની ઊંઘ હરામ કરી છે. આ માટે થોડા ભૂતકાળમાં વિધાનસભાની ચૂંટણીમાં જવુ પડશે. પાટણમાં કોંગ્રેસનો મજબૂત હોલ્ટ છે. પાટણ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા સીટ આવે છે. પાટણ, ચાણસ્મા, રાધનપુર, સિદ્ધપુર, કાંકરેજ, વડગામ અને ખેરાલુ. આ 7 સીટમાંથી 4 સીટ પર હાલ કોંગ્રેસનો કબજો છે. તો 3 સીટ પર ભાજપનો વિજય થયો છે. જે 3 સીટ પર ભાજપ વિજય બન્યું છે, બહુ પાતળી સરસાઈથી જીત્યું છે. એટલે કે અહી વિધાનસભામાં પણ જીતની ટકાવારી ઓછી હતી. આ તમામ સીટમાં ભાજપના ઉમેદવારોને કોંગ્રેસના ઉમેદવારો કરતાં માત્ર 441 મત જ વધુ મળ્યા છે.


સાવધાન! RTE માં ખોટી રીતે એડમિશન લેનારા વાલીઓની હવે ખેર નહિ, સરકારે લીધો મોટો નિર્ણય


7 વિધાનસભા સીટમાં જીતનું ગણિત઼


સીટ કોણ જીત્યું કોંગ્રેસને કેટલા વોટ ભાજપને કેટલા વોટ જીતેલા ઉમેદવાર
વડગામ કોંગ્રેસ 94765 89837 જીજ્ઞેશ મેવાણી
કાંકરેજ કોંગ્રેસ 96624 91329 અમૃતજી ઠાકોર
રાધનપુર ભાજપ 82045 104512 લવિંગજી ઠાકોર
ચાણસ્મા  કોંગ્રેસ 86406 85002 દિનેશ ઠાકોર
પાટણ  કોંગ્રેસ 103505 86328 કિરીટ પટેલ
સિદ્ધપુર ભાજપ 88373 91187 બળવંતસિંહ રાજપૂત
ખેરાલુ  ભાજપ  51496 55460 સરદાર ચૌધરી

 


કેનેડામાં સસ્તામા ભણવાના ઢગલાબંધ ઓપ્શન, ઓછી ફીમાં ભણવે છે સૌથી સસ્તી યુનિવર્સિટીઓ



હવે પાટણમાં ભાજપને જીતાડવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી દેશે. પંરતુ એ વાત સ્વીકારવી પડે કે પાટણમાં કોંગ્રેસનો મજબૂત હોલ્ટ છે. પાટણમાં કોંગ્રેસ વધુ મજબૂત છે. જો વિધાનસભામાં હાલત આવી હોય તો લોકસભામાં ભાજપ જો જરા પણ કાચુ કાપે તો પાટણ કોંગ્રેસનું થયુ સમજો. જો ભાજપ જરા પણ થાપ ખાઈ ગઈ તો પાટણ હાથમાંથી ગયુ સમજો. 


કેનેડામા જઈને નોકરી માટે ફાંફાં મારવા કરતા આ શીખી લો, ડિમાન્ડ એટલી છે કે ડોલરના ઢગલા